G-7 સમિટ પહેલાં પ્રધાનમંત્રી મોદીને મળવા જો બાઈડન સામેથી આવ્યા
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પ્રધાનમંત્રીની “ચા પર ચર્ચા”
ભારતના પ્રધાનમંત્રી મોદી જસ્ટીન ટ્રુડો સાથે ચર્ચા કરી રહ્યા હતા, અમેરિકાના જો બાઈડન પ્રધાનમંત્રી મોદીને જોઈને તરત તેમને મળવા પહોંચે છે. પાછળથી જો બાઈડેને પ્રધાનમંત્રીના ખભા પર હાથ મુકી સામેથી બોલાવ્યા હતા.
#WATCH | US President Joe Biden walked up to Prime Minister Narendra Modi to greet him ahead of the G7 Summit at Schloss Elmau in Germany.
(Source: Reuters) pic.twitter.com/gkZisfe6sl
— ANI (@ANI) June 27, 2022
જર્મની, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મનીના એલમાઉ પહોંચ્યા છે. સમિટ દરમિયાન એવી ઘણી ક્ષણો આવી હતી જેને ભારતના વધતા કદ તરીકે જોવામાં આવી રહી છે. આ દરમિયાન એવું પણ જોવા મળ્યું હતું કે યુએસ પ્રેસિડેન્ટ જો બિડેન પીએમ મોદી સાથે હાથ મિલાવવા પાછળ દોડી આવ્યા હતા.
મોદીએ તેમની સાથે ખૂબ જ ઉષ્મા સાથે હાથ મિલાવ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. PM નરેન્દ્ર મોદી જર્મનીના શ્લોસ એલમાઉમાં G-7 સમિટ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ચા પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મનીના એલમાઉ પહોંચ્યા છે. અહીં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પછી, G-7 ના સભ્યો અને મુલાકાતી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ પણ સાથે ફોટા પડાવ્યા.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ ક્લાઈમેટ, એનર્જી અને હેલ્થ પર જી-7 સત્રમાં ગ્રીન ડેવલપમેન્ટ, ક્લીન એનર્જી, સસ્ટનેબલ જીવનશૈલી અને વૈશ્વિક સુખાકારી તરફ ભારતના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો.
PM નરેન્દ્ર મોદીએ G-7 સમિટ દરમિયાન મ્યુનિકમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી. આ દરમિયાન બંને દેશોના નેતાઓએ ભારત અને આર્જેન્ટિના વચ્ચે વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોને ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી.