ખોરાકની શોધમાં હાથી રસોડાની દિવાલ તોડી અંદર ઘૂસ્યો
નવી દિલ્હી, ઉટી નજીક મસીનાગુડીમાં ખોરાકની શોધમાં એક જંગલી હાથી ઘરના રસોડાની દીવાલ તોડી અંદર ઘૂસી ગયો હોવાની ઘટના સામે આવી છે. રાત્રે મસીનાગુડી શહેરમાં એકલો જંગલી હાથી ફરતો હોવાની માહિતી પ્રસારિત કરવામાં આવી છે.
હાથીએ પાક, કેળા, નાળિયેર અને કેરીના ઝાડને નુકસાન પહોંચાડ્યું હોવાનું કહેવાય છે. ૨૬ જૂનના રોજ વહેલી સવારે હાથી ગ્રૂપહાઉસ વિસ્તારમાં પ્રવેશ્યો હતો અને ખોરાકની શોધમાં એક ઘરની પાછળ આવેલા રસોડામાં જવા પ્રયાસ કર્યા હતા. હાથીએ તેના માથાથી દિવાલ તોડી નાખી હતી અને રસોડાની અંદર ઘૂસી ગયો હતો. દરમિયાન તેણે અન્ય મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું.
આખરે તેને ખાવા માટે કઈક મળ્યું હતું. રસોડાની અંદર અને ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં આ દ્રશ્યો રેકોર્ડ થયા છે. આવી જ એક ઘટનામાં, બરાબર એક વર્ષ પહેલા બની હતી. ૨૦ જૂન, ૨૦૨૧ના રોજ વહેલી સવારે થાઇલેન્ડમાં એક ઘરની રસોડાની દિવાલ પાડી જંગલી એશિયન હાથી પ્રવેશ્યો હતો. તે પણ ખોરાકની શોધમાં હતો. તે હાથીનો વિડિઓ વાયરલ થયો હતો.
જાે કે, એક મહિનાના પછી થાઈલેન્ડનો એ જ હાથી ખોરાકની શોધમાં તે જ ઘરમાં બીજી વખત પ્રવેશ્યો હતો. આ ઘટનાનો વીડિયો ગયા વર્ષે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મીડિયાના અહેવાલો અનુસાર, બૂનચુએ નામનો નર હાથી ખોરાકની શોધ માટે રસોડના ડ્રોઅર સુધી પહોંચી ગયો હતો અને ચોખાથી ભરેલી પ્લાસ્ટિકની થેલી ચાવતો હતો.
ઘરના પરિવારના ઘટનાક્રમ તેના ફોનમાં રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો ટિ્વટર પર વેરિફાઇડ હેન્ડલ NowThis શેર કરવામાં આવ્યો હતો. વિડિયોમાં હાથીની હરકત સ્પષ્ટ જાેઈ શકતી હતી. તેણે ઘણી બધી વસ્તુઓ નીચે પાડી હતી અને અંતમાં તેના મોંમાં એક ચોખાની થેલી આવી હતી.
અહી ઉલ્લેખનિય છે કે, વન વિભાગના અધિકારીઓએ ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળવા માટે રસોડાની બહાર ખોરાક ન રાખવાનું સૂચન કર્યું છે, કારણ કે ખોરાકની ગંધ પ્રાણીઓને આકર્ષે છે. જેથી તે રસોડમાં ઘૂસી જાય છે. અહેવાલ મુજબ આ હાથી નજીકના કાએંગ ક્રાચન રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહે છે અને અવારનવાર ગામની મુલાકાત લે છે.SS1MS