Western Times News

Gujarati News

જૂનાગઢ અને ધ્રોલને જનસુખાકારી વિકાસ માટેના ર૭ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી

Junagadh and Dhrol palika to get 27cr for development projects

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જૂનાગઢ મહાનગરને આંતરમાળખાકીય વિકાસ કામો માટે રૂ. ર૩.૮૮ કરોડ અને ધ્રોલ નગરપાલિકાને  આગવી ઓળખના કામો માટે રૂ. ૩.૪૩ કરોડ

ભૌતિક આંતરમાળખાકીય સુવિધા વિકાસ કામો માટે ર૦રર-ર૩ ના વર્ષમાં અમદાવાદને  રૂ. ૭૧૦ કરોડ – સુરતને રૂ. પ૮૦ કરોડ – વડોદરાને રૂ. ર૧૮ કરોડ – રાજકોટને રૂ. ૧૭ર કરોડ – ભાવનગરને રૂ. ૮૦ કરોડ – જામનગરને – રૂ. ૭૬ કરોડ – જૂનાગઢને રૂ. ૪૦ કરોડ અને ગાંધીનગરને રૂ. ૪૧ કરોડ GMFB દ્વારા ફાળવાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા તથા ધ્રોલ  નગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે રૂ. ર૭ કરોડ ૩૧ લાખના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આના પરિણામે જૂનાગઢ મહાનગરપાલિકાને ર૦ર૧-રરના વર્ષ માટેના આંતરમાળખાકીય વિકાસના બાવન કામો માટે રૂ. ર૩.૮૮ કરોડ ફાળવવામાં આવશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ કામોમાં જૂનાગઢ શહેરમાં માર્ગોના ર૭ કામો માટે રૂ. ૯,ર૩,૭૩,૭પ૭, ગટરના કામ માટે ૧પ લાખ રૂપિયા, પાણી પૂરવઠાના કામો માટે ર કરોડ ર૮ લાખ રૂપિયા, સ્ટ્રીટલાઇટના કામો હાથ ધરવા ર કરોડ ર૬ લાખ ૪૧ હજાર રૂપિયા, બ્રીજના કામો માટે ર કરોડ ૧૯ લાખ, પર હજાર રૂપિયા તેમજ અન્ય ભૌતિક આંતરમાળખાકીય વિકાસ કામો માટે રૂ. ૭ કરોડ ૭૬ લાખ ૭ હજાર ૬૮૧ મંજૂર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આગવી ઓળખના કામો માટે ૩.૪૩ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ ૩.૪૩ કરોડ રૂપિયામાંથી રૂ. ર.૯પ કરોડ ધ્રોલ નગરના કમલા નહેરૂ પાર્કમાં એમ્યુઝમેન્ટ પાર્ક બિલ્ડીંગ માટે, રૂ. ૪૪.૮૦ લાખ ગાર્ડન ડેવલપ કરવા માટે અને રૂ. ૩.૧૧ લાખ પાર્કમાં ટોયલેટ બ્લોક નિર્માણ માટે ઉપયોગમાં લેવાશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ૮ મહાનગરપાલિકાઓને ર૦રર-ર૩ ના વર્ષ માટે આંતરમાળખાકીય વિકાસ કામો માટે કુલ રૂ. ૧૯૧૭ કરોડ ફાળવવાની જોગવાઇ તાજેતરમાં જ સુનિશ્ચિત કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ આઠ મહાનગરોમાં વસ્તીના ધોરણે આંતરમાળખાકીય વિકાસ કામો માટે ગુજરાત મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડ મારફતે જે રકમ આ રૂ. ૧૯૧૭ કરોડમાંથી ફાળવવાનું ઠરાવ્યું છે તેમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. ૭૧૦ કરોડ, સુરતને રૂ. પ૮૦ કરોડ, વડોદરાને રૂ. ર૧૮ કરોડ, રાજકોટને રૂ. ૧૭ર કરોડ, ભાવનગર શહેરને રૂ. ૮૦ કરોડ, જામનગર માટે રૂ. ૭૬ કરોડ તેમજ જૂનાગઢને રૂ. ૪૦ કરોડ અને ગાંધીનગરને રૂ. ૪૧ કરોડ ફાળવવામાં આવશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતરમાળખાકીય સુવિધા વિકાસ કામો, આગવી ઓળખના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારી કામો, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને શહેરી બસ પરિવહન સુવિધા વગેરે માટે રાજ્ય સરકાર મહાનગરપાલિકાઓ- નગરપાલિકાઓને નાણાં ફાળવતી હોય છે.

રાજ્યની ૧પ૬ નગરપાલિકાઓને આ યોજના હેઠળ આંતરમાળખાકીય વિકાસના વિવિધ કામો હાથ ધરવા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફતે ર૦રર-ર૩ના વર્ષ માટે કુલ ૩૭૯ કરોડ રૂપિયા ફાળવવાનું પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ સુનિશ્ચિત કરેલું છે.

તદ્દઅનુસાર, ‘અ’ વર્ગની રર નગરપાલિકાઓને રૂ. ૧૧૦ કરોડ, ‘બ’ વર્ગની ૩૦ નગરપાલિકાઓને રૂ. ૯૦ કરોડ, ‘ક’ વર્ગની ૬૦ નગરપાલિકાઓને રૂ. ૧૩પ કરોડ તેમજ ‘ડ’ વર્ગની ૪૪ નગરપાલિકાઓને રૂ. ૪૪ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.