ડોલર સામે રૂપિયા ૨૦ પૈસા તૂટીને ૭૮.૫૭ની ઐતિહાસિક નીચી સપાટીએ
મુંબઈ, ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાઓની નવ મહિનાથી ચાલી રહેલી જંગી વેચવાલી, વૈશ્વિક અર્થતંત્ર ઉપર ઘેરાય રહેલા મંદીના વાદળો વચ્ચે આજે ડોલર સામે રૂપિયો ૨૦ પૈસા તૂટી ૭૮.૫૭ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ ખુલ્યો છે.
ભારતીય વેપાર ખાધ – ઊંચી આયાત સામે ઓછી નિકાસ – વિક્રમી સ્તરે છે તેની અસર પણ રૂપિયા ઉપર ત્રણ મહિનાથી જાેવા મળી રહી છે.રૂપિયો જેમ નબળો પડે તેમ આયાત મોંઘી થાય છે અને તેના કારણે ભારત ઉપર આયાતી ફુગાવાની શક્યતા પણ વધી છે. ભારત ક્રૂડ ઓઇલ, કોપર, ખાદ્યતેલ જેવી ચીજાેની આયાત કરે છે.
અમેરિકન ડોલર ઇન્ડેક્સ (જે ડોલરનું વિશ્વના છ અગ્રણી ચલણ સામે મૂલ્ય નક્કી કરે છે) આજે મક્કમ ૧૦૩.૯૬ની સપાટીએ છે.યુરોપ અને અમેરિકામાં જે રીતે મોંઘવારી વધી રહી છે તેનાથી વ્યાજના દર વધી રહ્યા છે. ઊંચા વ્યાજ દરથી મંદી આવશે એવી ચિંતામાં રોકડ તરફ ઝોક વધી રહ્યો હોવાથી ડોલર મજબૂત છે.
જાે અર્થતંત્રનો વિકાસ ચાલુ રહેશે, ફુગાવો ઘટશે અને વ્યાજ નહિ વધે એવા સંકેત મળે તો ડોલર નરમ પડશે એવું વિશ્લેષકો જણાવી રહ્યા છે.SS2KP