રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૪૭૫ કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કુલ ૪૭૫ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૪૮ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૭,૨૧૫ દર્દીઓએ કેરેનાને મ્હાત આપી છે. જાે કે સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ઘટીને ૯૮.૮૮ ટકાએ પહોંચી ચુક્યો છે.
જાે કે બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ ૫૨,૭૨૧ ડોઝ અપાઇ ચુક્યાં છે.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના કુલ ૨૭૯૩ એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ ૨૭૯૩ નાગરિકો સ્ટેબલ છે.
આ ઉપરાંત ૧૨,૧૭,૨૧૫ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે કુલ ૧૦,૯૪૬ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૨૧૧, સુરત કોર્પોરેશનમાં ૭૬, વડોદરા કોર્પોરેશનમાં ૩૫, જામનગર કોર્પોરેશન ૧૭, મહેસાણા ૧૪, નવસારીમાં ૧૨ વડોદરા ૧૨, અમરેલી ૧૦, ગાંધીનગર કોર્પોરેશન ૯, કચ્છ ૮, ભરૂચ, ગાંધીનગર, વલસાડમાં ૭-૭, અમદાવાદ , જામનગર, રાજકોટ કોર્પોરેશનમાં ૫-૫, બનાસકાંઠા, દેવભુમિ દ્વારકા, ખેડામાં ૪-૪ અને આણંદ, ભાવનગર કોર્પોરેશન, પાટણ, રાજકોટ અને સુરતમાં ૩-૩ કેસ, ગીરસોમનાથ, મહીસાગર, સાબરકાંઠામાં ૨-૨, પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં ૧-૧ કેસ નોંધાયા છે આ પ્રકારે કુલ ૪૭૫ કેસ નોંધાયા હતા.
બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૧૨૩૦ ને રસીનો પ્રથમ, ૧૦૯૬૭ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૮૭૮ ને રસીનો પ્રથમ તથા, ૨૮૧૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૨૨૪૧૯ ને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા.
૧૨-૧૪ વર્ષા નાગરિકો પૈકી ૫૫૮૪ ને રસીનો પ્રથમ અને ૮૮૨૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૫૨,૭૨૧ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૧,૧૩,૦૨,૭૫૯ ડોઝ અપાઇ ચુક્યાં છે.SS3KP