કામરેજના શિક્ષકે શાળાના વિદ્યાર્થીને ડંડાથી માર માર્યો

બારડોલી, કામરેજના ખોલવાડ ખાતે આવેલી એક ખાનગી શાળાના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે સમગ્ર માર મારવાનો વીડિયો હાલ CCTVમાં કેદ થયો છે. આ અંગે વાલીઓમાં પણ ખુબ જ રોષ જાેવા મળી રહ્યો છે. કામરેજ તાલુકાના ખોલવાડ ગામે આવેલી દેવર્સી IIM શાળામાં ૭માં ધોરણમાં ભણતા જૈનિલ કવા ગતરોજ પોતાના મિત્રો સાશે રીષેશ ટાઇમમાં મસ્તી મજાક કરતો હતો.
દરમિયાન રિષેશ પુર્ણ થયા બાદ કૌશિક નામના શિક્ષકે સ્ટીલના પાઇપ વડે ધોરણ ૭માં ઝણતા જૈનીલને માર માર્યો હતો.આ માર એટલો ગંભીર હતો કે જૈનિલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જૈનિલે ઘરે આવીને ખુબ જ દુખાવો થતા માતા-પિતાને વાત કરી હતી. વાલીએ જૈનિલના પગ ચેક કરતા આખા પગ પર તેને ચાઠા હતા. જ્યારે વાલીઓએ આ અંગે ફરિયાદ કરતા શાળા તંત્ર બચાવની મુદ્રામાં જાેવા મળ્યું હતું. ત્યા
રે આ મુદ્દે વાલીઓ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. હાલ તો શિક્ષક દ્વારા મારવામાં આવેલા મારના ઝ્રઝ્ર્ફ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. શિક્ષક દ્વારા માત્ર એક વિદ્યાર્થી જ નહી પરંતુ બીજા પણ ઘણા વિદ્યાર્થીઓને પણ માર માર્યો હતો. જ્યારે આ સમગ્ર મામલે શાળાએ શિક્ષકની તરફેણમાં લુલો બચાવ કર્યો હતો. જાે કે વાલીને સંતોષકારક જવાબ આપ્યો ન હતો ત્યારે વાલીએ સીસીટી જાેવા માંગ્યા ત્યારે વાલીને પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી બતાવીશું તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.
વાલીઓનો આક્ષેપ છે કે, આવા જવાબ દ્વારા શિક્ષકોનો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ તો વાલીઓ દ્વારા શાળા પાસે યોગ્ય ન્યાયની માંગ કરી રહ્યા છે. હાલ તો સમગ્ર મામલે વાલીઓ દ્વારા કાયદાકીય સલાહ માંગવામાં આવી રહી છે.SS3KP