Western Times News

Gujarati News

પહેલાના સમયમાં ફટાકડાં નહીં ધાણીફૂટ તોપ જ ફુટતી હતી

નાની સાઈઝની તોપમાં દારૂગોળો ભરી આગ ચાંપવામાં આવતી હતીઃ આધુનિક સમયમાં પરંપરા બદલાઈગઈ
અમદાવાદ,  અત્યારે મહાપર્વ દિવાળી ચાલી રહ્યો છે. હાલ પ્રકાશના આ પર્વમાં લોકો જાત જાતના ફટાકડા ફોડે છે. બજારમાં પણ ફટાકડાની અવનવી અનેક વેરાયટીઓ જાવા મળે છે. ત્યારે ૧૮મી સદીમાં પણ લોકો દારૂખાનું ફોડી તેની રોશની અને અવાજનો આનંદ માણતા હતા. એ સમયે નાની તોપમાં લોકો દારૂગોળો ભરીને ફોડતા. આ પ્રકારની પીતળની તોપ બનાવતા કારીગરો પણ ગામે ગામ હતા. આમ દિવાળીમાં દારૂગોળો ફોડવાની પ્રથા સદીઓથી ચાલી આવે છે. દિવાળીના પર્વનું મુક્ય આકર્ષણ રંગબેરંગી અનેક પ્રકારના ફટાકડાની આતશબાજી છે. લોકો આ આતશબાજીની મજા માણતા હોય છે. ત્યારે ૧૮મી સદીમાં પણ લોકો દિવાળીના દિવસો દરમિયાન દારૂગોળો ફોડીને આનંદ માણતા હતા.

આ વાતને સમર્થન આપતા જાણીતા ઇતિહાસકારો કબુલે છે કે ૧૮મી સદીમાં દિવાળીના પર્વ દરમિયાન લોકો આતશબાજી કરવા માટે પોતાના ઘરમાં ગડૂટિયા નામની નાની તોપ લાકડાના સ્ટેન્ડ સાથે પતરાથી બાંધઈ દેતા. ત્યારબાદ તેમાં દારૂગોળો ભરીને આગ ચાંપતા હતા. જે ફૂટતા તેનો અવાજ બોમ્બ જેવો આવતો. ૫૦ વર્ષ પહેલાં પણ લોકો હવાઈ નામના આકાશમાં ઉડાડવા માટે ડબલામાં દારૂગોળો ભરીને ઉડાવતા.

પરંતુ એ ડબલાં ગમે ત્યાં ઉડતા હોવાથી આ પ્રથા બંદ કરી દેવામાં આવી.અગાઉ મજલક નામના શ†માંથી ભારે પથ્થરો ફેંકવામાં આવતા હતા. આવા પથ્થરના ગોળા ઉપરકોટ કિલ્લામાં અત્યારે પણ મોજુદ છે. ઉલ્લેખનીય છે કે સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીના સમયમાં ઇ.સ. ૧૨૯૬થી ૧૩૧૬ દરમિયાન આવી હોવાનં માનવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં તોપનો પ્રથમ ઉપયોગ સુલતાન અહેમદશાહ પ્રથમના શાસનકાળ ઈ.સ. ૧૪૧૦થી ૧૪૪૧ દરમિયાન થયો હતો.ઇતિહાસની રોમાંચક બાબત પણ જાડાયેલી છે. દિવાળી પર્વની ઉજવણી વિવિધ રીતે થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.