શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ ઘટાડો
મુંબઇ, ભારતીય શેરબજાર આજે જાેરદાર ઘટાડા સાથે ખુલ્યું છે. રૂપિયાના ઐતિહાસિક ઘટાડાને કારણે અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી સ્થાનિક શેરબજાર અસ્તવ્યસ્ત જાેવા મળી રહ્યો છે. બેંકિંગ, આઈટી, મેટલ્સ શેરોમાં જબરદસ્ત ઘટાડો થતા શેરબજારમાં કડાકો જાેવા મળ્યો હતો. આજે સેન્સેક્સ-નિફ્ટી ૧-૧ ટકાના મોટા ઘટાડા સાથે ખુલ્યા છે.
આજના કારોબારમાં, BSE ૩૦-શેરનો સૂચકાંક સેન્સેક્સ ૫૫૪.૩૦ પોઈન્ટ્સ અથવા ૧.૦૪ ટકાના ઘટાડા સાથે ૫૨,૬૨૩.૧૫ પર ખૂલ્યો હતો અને NSE ૫૦ શેરનો ઈન્ડેક્સ નિફ્ટી ૧૪૮.૫૦ પોઈન્ટ અથવા ૦ ટકાના ઘટાડા સાથે ૧૫,૭૦૧ પર ખૂલ્યો હતો.
નિફ્ટીના ૫૦માંથી ૫૦ શેરો આજે ઘટાડાનાં લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે અને બજાર ઓલ રાઉન્ડ રેડ માર્કમાં કવર થઈ ગયું છે. આજે શરૂઆતના કારોબારમાં નિફ્ટી ૧૫૬૮૭ સુધી નીચી સપાટીએ ગયો હતો. બીજી તરફ બેન્ક નિફ્ટીની વાત કરીએ તો તે ૪૦૩.૨૦ પોઈન્ટ અથવા ૧.૨૦ ટકાના ઘટાડા સાથે ૩૩,૨૩૯ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીના તમામ ૧૨ શેર આજે ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.The stock market crashed, the Sensex and the Nifty also declined
આજના પ્રી-ઓપનિંગમાં શેરબજારમાં જબરદસ્ત ઘટાડો જાેવા મળ્યો છે. દ્ગજીઈનો નિફ્ટી ૧૪૮.૫૦ પોઈન્ટ અથવા ૦.૯૪ ટકાના ઘટાડા સાથે ૧૫,૭૦૧ પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, મ્જીઈ ઈન્ડેક્સ સેન્સેક્સ ૬૦૭.૨૦ પોઈન્ટ્સ અથવા ૧.૧૪ ટકા ઘટીને ૫૨૫૭૨.૭૪ ના સ્તર પર હતો.HS1MS