કુર્લામાં ઇમારત ધરાશાયી થતા અત્યાર સુધીમાં ૧૯ લોકોના મોત
મુંબઇ, મુંબઈના કુર્લામાં બિલ્ડિંગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧9 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઈમારત ધરાશાયી થવાના સમાચાર ગઈકાલે રાત્રે આવ્યા, ત્યારબાદ અફરા-તફરી મચી ગઈ. મામલો નાયક નગરના શિવશ્રુતિ રોડનો છે. હાલમાં પણ અહીં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.A building collapse in Kurla has killed 19 people so far
આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના નામ પણ સામે આવ્યા છે. આ મામલાની માહિતી આપતાં ડૉ. સ્વાતિએ કહ્યું કે અન્ય ૬ ઘાયલ લોકો સામે આવ્યા છે. આ ઉપરાંત કિશોર પ્રજાપતિ, સિકંદર રાજભર, અરવિંદ રાજેન્દ્ર ભારતી, અનૂપ રાજભર, અનિલ યાદવ, શ્યામુ પ્રજાપતિના મોત થયા છે. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં ૨૩ લોકો ઘાયલ થયા છે જેમાં ૧૭ લોકોના મોત થયા છે.
૪ લોકો હજુ હોસ્પિટલમાં દાખલ છે અને ૯ લોકોને રજા આપવામાં આવી છે.કાટમાળ નીચે ફસાયેલા લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ પ્રસંગે તેમણે જણાવ્યું કે કાટમાળમાંથી ૧૬ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ લોકોને નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં આ લોકો તેમાં રહે છે. અમારી પ્રાથમિકતા દરેકને બચાવવાની છે.HS1MS