97.50 લાખની જૂની ચલણી નોટો સાથે 6 ઈસમો પકડાયા
રામપુર થી પકડાયેલી રદ ચલણી નોટોનો જથ્થો ઉંઝાથી આવ્યો હતો.
કમિશન ની લાલચે 6 જણાં મોરવા ( હ ) આપવા જતાં હતા અને મોરવા ( હ ) બહાર આવ્યું હતુ.
ગોધરા,
ગોધરા માંથી અગાઉ રૂા .4 કરોડ જેટલી રદ થયેલ નોટો પકડયા બાદ એસ ઓ.જી પોલીસે અનેકવાર જુની ચલણની બંધ નોટોના જથ્થો પકડી પાડયો હતો . જે સિલસિલો હજુ પણ ચાલુ છે . સોમવારે મોરવા ( હ ) ના રામપુર પાસેથી પોલીસે રૂા .97.50 લાખની રદ નોટોના જથ્થા સાથે 6 ઇસમોને પકડી પાડયા હતા . એસ.ઓ.જી પી.આઇ એમ.કે.ખાંટને મળેલી બાતમીના આધારે મોરવા ( હ ) ના રામપુર પાસેથી ઇક્કો ગાડીમાં રદ થયેલી નોટોના જથ્થા સાથે શહેરા 1 તાલુકાના ૩ અને મોરવા ( હ ) તાલુકા 3 મળીને કુલ 6 ઇસમોને પોલીસે પકડી પાડયા હતા. 6 arrested with old currency notes of Rs 97.50 lakh
પોલીસે રદ નોટો રૂા .97.50 લાખનો જથ્થો કબજે કરીને મોરવા ( હ ) પોલીસ મથકે ગુનો નોંધીને પકડેલા ઇસમોની પુછપરછ કરી હતી . પુછપરછમાં રદ નોટોનો જથ્થો એક માસ અગાઉ મહેસાણાના ઉંઝા ગામના ચૌધરી નામ નો ઇસમ આપી ગયો હતો . આ નોટો જથ્થાના બદલામાં કમીશનની લાલચે 6 વચેટીયાઓ રદ નોટો જથ્થો લઇને મોરવા ( હ ) ના મુકેશ નામના ઇસમને આપવા જતાં હોવાનું પોલીસની પુછપરછમાં બહાર આવ્યું હતુ .
પોલીસે હવે મુખ્ય સુત્રધાર ઉંઝાના ચૌધરી નામનો ઇસમ તથા મોરવા ( હ ) ના મુકેશ નામના ઇસમને પકડવા પકડાયેલા ઇસમોના મોબાઇલના કોલ ડીટેલ કાઢવાની તજવીજ હાથ ધરી છે . કોલ ડીટેલના આધારે રદ નોટોનો જથ્થો આપનાર અને નોટો જથ્થો લેનારને પકડવાની કામગીરી હાથ ધરશે . જયારે રદ નોટોમાં કમીશનની લાલચે જુની ચલણી નોટો જથ્થો લઇને જનારને પોલીસે દબોચી લેતાં રદ નોટો પ્રકરણમાં મોટી કડીનું નામ ખુલશે તેમ લાગી રહ્યું છે .
તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા