મમ્મી સામે કરણ કુંદ્રાની આંખમાંથી નીકળ્યા આંસુ!

મુંબઈ, બિગ બોસ ૧૫ના ઘરમાં થયેલી તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રાની પહેલી મુલાકાત બાદમાં પ્રેમમાં પરિણમી હતી. શોમાંથી બહાર નીકળ્યા બાદ #TejRan નો પ્રેમ નહીં ટકે તેવું ઘણા લોકોનું કહેવું હતું, પરંતુ કપલે તેમને ખોટા સાબિત કર્યા. શો પૂરો થયો ત્યારથી બંને આજ સુધી ફેન્સને કપલ ગોલ્સ આપવામાં નિષ્ફળ થયા નથી. બંને ઘણીવાર સાથે હેન્ગઆઉટ કરતાં અને ડેટ પર જતાં જાેવા મળે છે. Tears came out of Karan Kundra’s eyes in front of his mother!
આટલું જ નહીં કરણ અને તેજસ્વીને એકબીજાના મમ્મી સાથે પણ સારું બને છે. કરણ હાલમાં તેજસ્વી તેમજ મમ્મીને બહાર લઈ ગયો હતો અને આ દરમિયાનના વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, સ્પાઈસી મોમોસ ખાવાના કારણે કરણ કુંદ્રાની આંખમાંથી આંસુ વહી રહ્યા છે અને તે મજાકમાં કહે છે ‘મમ્મી રડવું આવી રહ્યું છે.
આવી ગર્લફ્રેન્ડ હોય તો કોને રડવું નહીં આવે’. જેના પર તેના મમ્મી કહે છે ‘રડ નહીં દીકરા’. તેની બાજુમાં બેઠેલી તેજસ્વી વીડિયો ઉતારવાની ના પાડે છે અને કહે છે ‘શું કરી રહ્યો છું તું? ગઈ વખતે પણ આ જ ડ્રેસ પહેર્યો હતો. ત્યારબાદ કરણ તેજસ્વીની પ્લેટ પર કેમેરા ઝૂમ કરે છે અને કહે છે ‘કેટલું ખાઈ છે આ મમ્મી, ખાતી જ રહે છે.
View this post on Instagram
ત્રીજી પ્લેટ છે આ’ તો તેજસ્વી સુધારીને કહે છે ‘આ બીજી પ્લેટ છે’, તો કરણ કહે છે ‘તે પણ વધારે જ છે’. બંનેને જાેઈને તેના મમ્મી પણ હસવા લાગે છે. અન્ય વીડિયોમાં કરણના મમ્મી તેજસ્વીને ‘સ્વીટ’ કહે છે, તો તે તરત કહે છે ‘તે મારી મમ્મીને હાઈજેક કરી છે ને?.
કરણ અને તેજસ્વીની જાેડીને તેમનો પરિવાર પણ પસંદ કરે છે. થોડા દિવસ પહેલા કરણ જ્યારે આઉટડોર શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેજસ્વી બંનેના મમ્મીને બહાર લઈ ગઈ હતી અને તેમની સાથે ફની રિલ પણ બનાવી હતી. તેના પર કોમેન્ટ કરતાં કરણે લખ્યું હતું ‘હે ભગવાન, એક દિવસ મેં તને મમ્મીઓ પાસે છોડી અને તે આ કર્યું’. તેજસ્વીએ તરત જ જવાબમાં લખ્યું હતું ‘તને ઈર્ષ્યા થઈ રહી છે મિ. કરણ કુંદ્રા?. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, તેજસ્વી પ્રકાશ હાલ એકતા કપૂરના સુપર નેચરલ શો ‘નાગિન ૬’માં લીડ રોલ ભજવી રહી છે.
તો બીજી તરફ કરણ કુંદ્રા ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ હોસ્ટ કરી રહ્યો છે, જેમાં નીતૂ કપૂર, નોરા ફતેહી અને મર્ઝી પેસ્તોનજી જજ છે.SS1MS