વલસાડમાં ૬ ઇંચથી વધુ વરસાદ ખાબકતા પાણી પાણી
વલસાડ, વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાત્રે વલસાડ જિલ્લાને જાણે મેઘરાજાએ ધમરોળ્યો હતો. ગત રાત્રે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાતભર મેઘરાજાની જાેરદાર બેટિંગને કારણે વલસાડ શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
More than 6 inches of rain in Valsad
મોડી રાત્રે વલસાડ શહેરમાં છ ઇંચથી વધારે વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ ગુરુવારે સવારે ૬ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૪૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે શહેરમાં જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના પારડી અને વાપીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
મોડી રાત્રે વલસાડ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં રાત્રે વરસેલા સાડા ૬ ઇંચ વરસાદને કારણે તિથલ રોડ, એમ.જી. રોડ, છીપવાડ, હાલાર રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, સ્ટેશન રોડ, મોગરાવાડી અને વલસાડના રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા.
રાતભર મેઘરાજાએ જાેરદાર બેટિંગ કરતાં વલસાડને પાણી પાણી કરી દીધું હતું. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી ભરાઈ જતા વહેલી સવારે લોકો અને વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી કરી હતી.
જેને પગલે મોડી રાતથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગત મોડી રાત્રે વલસાડ જિલ્લામાં વરસેલા વરસાદ પર એક નજર કરીએ તો ઉમરગામ ૧૪ મી.મી., કપરાડા ૧ ઇંચ, ધરમપુર ૧ ઇંચ, વાપી ૧.૪૪ ઇંચ, પારડી ૩.૬ ઇંચ, વલસાડ શહેર ૬.૪ ઇંચ પડ્યો હતો.
જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડ શહેરમાં વરસ્યો હતો. જેના કારણે વલસાડના અનેક વિસ્તારોમાં મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને પગલે વહેલી સવારે સ્કૂલે જતા બાળકો અને નોકરી-ધંધા પર જતા લોકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રાતભર મેઘરાજાએ વલસાડ શહેરને ધમરોડ્યું હતું, જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું. ૨૪ કલાકમાં પડેલો વરસાદઃ ગુરુવારે સવારે ૬ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૪૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ શહેરમાં ૧૫૯ એમ.એમ. નોંધાયો છે. પારડીમાં ૮૯ એમ.એમ., મહુવામાં ૫૬ એમ.એમ., ગારીયાધરમાં ૪૮ એમ.એમ., વાપીમાં ૩૬ એમ.એમ. વરસાદ પડ્યો છે.SS1MS