Western Times News

Gujarati News

સિંગતેલ-કપાસિયા તેલમાં રૂપિયા ૧૦-૧૦નો વધારો

રાજકોટ, મોંઘવારીના માર વચ્ચે જનતાને વધુ એક ડામ લાગ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભડકા બાદ હવે ખાદ્યતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે ભાવવધારો ઝીંકાતા ગૃહિણીઓની કમર તોડી નાંખી છે. સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂપિયા ૧૦-૧૦નો વધારો ઝીંકવામાં આવ્યો છે. groundnut oil-cottonseed oil price hike of Rs 10

આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૨૬૮૦થી ૨૭૩૦ સુધી પહોંચ્યો છે એવી જ રીતે કપાસિયાના ડબ્બાનો ભાવ રૂપિયા ૨૪૮૦થી ૨૫૩૦ સુધી પહોચ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો બાદ તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે, એવામાં એવું જાણવા મળી રહ્યું છે કે તહેવારોના દિવસો શરૂ થવાને કારણે ડીમાંડ વધવાની ગણતરીથી તેલિયા રાજાઓએ ભાવ વધાર્યો છે.

મહત્વનું છે કે, મોંઘવારીના અસહ્ય માર વચ્ચે ફરી વાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. એક તરફ મગફળી અને કપાસની આવક વધી રહી છે. તો બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે મગફળી અને કપાસિયામાં ભેજ આવતો હોવાથી પીલાણ થઈ શકતું નથી. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાં ખાદ્યતેલની માગ વધી છે.

જેથી ભાવમાં વધારો થયો છે. નોંધનીય છે કે, સિંગતેલની સીઝનમાં જ સિંગતેલનો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. કારણ કે સિંગતેલના ડબ્બાનો ભાવ ફરી ૨૬૮૦ થી ૨૭૩૦ રૂપિયા થયો છે. તો કપાસિયા તેલનો ભાવ ડબ્બે ૨૪૮૦ થી ૨૫૩૦ રૂપિયાએ પહોંચ્યો છે. મહત્વનું છે કે, એક બાજુ કપાસ અને મગફળીની આવક થઈ રહી છે તો બીજી બાજુ બન્ને તેલમાં તેજીનો તરખાટ જાેવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં પામોલિન તેલની ભારે માંગ નીકળતા અન્ય ખાદ્ય તેલોમાં આગ ઝરતી તેજી જાેવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા એટલે કે સિંગતેલના ભાવમાં ડબ્બે છેલ્લા ૧૫ દિવસમાં ૧૦૦ રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં ૬૦ રૂપિયાનો વધારો થયો છે. નવા ભાવના કારણે સીંગતેલનો ડબ્બો ૨૭૩૦ રૂપિયા તો કપાસિયા તેલનો ડબ્બો ૨૫૩૦ રૂપિયાએ પહોંચ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.