જંગલી ડુક્કરે સારસ પક્ષીના ઈંડાનો નાશ કર્યો
અમદાવાદ, ગણાસરના ગ્રામજનો, જેઓ છેલ્લા ૫૫ દિવસથી સારસના બે ઈંડાની સંભાળ રાખી રહ્યા હતા તેઓ શોકમગ્ન છે. સોમવારે રાતે એક જંગલી ડુક્કર કામચલાઉ ‘કૃત્રિમ વેટલેન્ડ’માં ઘૂસીને ઈંડા તોડી નાખતાં તેમણે કરેલી તમામ મહેનત નિરર્થક સાબિત થઈ હતી.
તેઓ ૨જી મેથી ઈંડાનું રક્ષણ કરી રહ્યા હતા. ગ્રામજનોએ એક એકર કૃષિ જમીનને પાણીથી ભરીને વેટલેન્ડમાં ફેરવી દીધી હતી અને જંગલી પ્રાણીઓ કે શ્વાન ઈંડા પર હુમલો ન કરે તે માટે લગભગ ૨૪ઠ૭ તકેદારી રાખી રહ્યા હતા. પરંતુ સોમવારે રાતે વરસાદના કારણે થોડો સમય માટે ઘરે ગયા ત્યારે જ એક ડુક્કર ખેતરમાં પ્રવેશ્યું હતું અને ઈંડાનો નાશ કર્યો હતો.
એવિયન રિસર્ચર દેસલ પગીએ જણાવ્યું હતું કે, ‘મંગળવારે સવારે જ્યારે, ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમણે સારસ બેલડીએ જ્યાં ઈંડા મૂક્યાં હતાં તેની મુલાકાત ન લીધી હોવાનું જાેયું હતું. ગામના સરપંચ ભાજાેજી ઠાકોરને માળામાંથી ઈંડા ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. તેમને પ્રાણીના પગલાં દેખાયા હતા અને કોઈ ડુક્કરે જ તેમના પર હુમલો કર્યો હશે તેમ સમજી ગયા હતા.
ભાજાેજી ઠાકોરે કહ્યું હતું કે, ‘મેં પગલાંને અનુસરીને આખું ખેતર ફેંદી માર્યું હતું પરંતુ ક્યાંય પણ ઈંડા દેખાયા નહોતા. જ્યારે હું માળા પાસે પરત ફર્યો ત્યારે અંદર ઈંડાના કેટલાક અવશેષો મળ્યા હતા’. પગીએ કહ્યું હતું કે, ‘આખું ગામ આઘાતમાં છે, ખાસ કરીને બાળકો જેઓ વિસ્તારનું ધ્યાન રાખી રહ્યા હતા.
ઈંડા નાશ પામ્યા હોવાની ખબર જ્યારે તેમના સુધી પહોંચી ત્યારે તેઓ હતાશ થયા હતા. કૈલાસ ઠાકોર નામના રહેવાસીએ જણાવ્યું હતું ‘ઈંડામાંથી બાળ સારસ ક્યારે બહાર આવશે તેની અમે રાહ જાેઈ રહ્યા હતા. પરંતુ દુર્ભાગ્યે, હવે તેવું ક્યારેય નહીં થાય’.
આ એકમાત્ર તેવી જમીન હતી જ્યાં ડાંગરની કાપણી મશીનનો ઉપયોગ કરીને નહીં પરંતુ હાથથી કાપીને કરવામાં આવતી હતી, જેથી ખલેલ ન પહોંચે અને ત્યાં રહેલા ઈંડાને કોઈ પ્રકારનું નુકસાન ન થાય.
પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ જાળવવા માટે જમીન એકથી દોઢ ફૂટ પાણીથી ભરાઈ જાય તેની ખાતરી કરવા ગ્રામજનો સૌથી પહેલા ઘડાં અને ડોલની મદદથી પાણી લાવ્યા હતા અને ત્યારબાદ ફતેહવાડી કેનાલમાંથી વહેતા પાણીને વાળવા માટે કેડી બનાવી હતી.
સારસ ગંભીર રીતે લુપ્ત થતી જતી પ્રજાતિ છે. ૨૦૧૦માં રાજ્યના વન વિભાગ દ્વારા છેલ્લી વસ્તી ગણતરીમાં ગુજરાતમાં ૧૯૦૦ સારસ પક્ષી હતી. છેલ્લા એક દાયકામાં ઔપચારિક ગણતરી થઈ ન હોવા છતાં સંખ્યા ઘટીને લગભગ ૬૦૦ થઈ હોવાની આશંકા છે.SS1MS