સોમનાથ મંદિરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી થઈ
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રીના જ્યોતપૂજન,મહાપુજા અને મહાઆરતી કરી ભક્તો શિવકૃપા પ્રાપ્તકરી ધન્ય બન્યા
દિપોત્સવ ઉત્સવની ઉજવણી જ્યારે દેશભરમાં ચાલી રહેલ છે, નૃત્યમંડપ ખાતે વિશેષ દિપમાલા તેમજ રંગોળી કરવામાં આવેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ માસિક શિવરાત્રી પરંપરા અંતર્ગત શ્રી સોમનાથ મંદિર ખાતે રાત્રે જ્યોત પૂજન દાતાશ્રી વેજાણંદભાઇ વાળા તથા જનરલમેનેજરશ્રી વિજયસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ.
જેમાં તીર્થ પુરોહિતો,દર્શનાર્થીઓ જોડાયેલ હતા. શ્રી સોમનાથ મહાદેવની રાત્રે 11:00કલાકે વિશેષ મહાપૂજા તેમજ 12-00 કલાકે મહાઆરતી નો લાભ લઇ દર્શનાર્થીઓ એ ધન્યતા અનુભવી હતી.
રવિવારે સવારથી જ સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. દેવ દિવાળી સુધી લગભગ દરરોજ આવી જ ભીડ રહેશે તેવું એક સ્થાનિક નાગરીકે જણાવ્યુ હતું. મંદિરની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.