એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
દેવેન્દ્ર ફડણવીસે પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
મુંબઈ, મહારાષ્ટ્રના મહા પોલિટિકલ ડ્રામામાં આજે સૌથી મોટો નાટ્યાત્મક વળાંક આવ્યો હતો. જેમાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી કે, તેઓ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી નહીં બને, પણ ઉદ્ધવ ઠાકરેને ઘરભેગાં કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવનારા એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે.
પણ પોતે કોઈપણ મંત્રીપદમાં સામેલ નહીં થાય તેમ પણ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. જાે કે, થોડા સમય બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ દેવેન્દ્ર ફડણવીસને સરકારમાં સામેલ થવા અને ડેપ્યુટી સીએમ બનવા માટે વિનંતી કરી હતી. જે બાદ ફડણવીસ પણ નાયબ મુખ્યમંત્રી બનવા માટે માની ગયા હતા.
જે બાદ ગુરુવારની સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. બાલાસાહેબ ઠાકરેના નામ સાથે એકનાથ શિંદે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસે પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
આ અગાઉ શિવસેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે ૧૦ દિવસ બાદ મુંબઈ પરત પહોંચ્યા હતા. એરપોર્ટ પરથી સીધા તે દેવેન્દ્ર ફડણવીસના ઘરે પહોંચ્યા હતા. ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ સાથેની મુલાકાત પહેલાં એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત કરી હતી.
આ અગાઉ ફડણવીસના ઘરે એકનાથ શિંદે પહોંચ્યા હતા અને બંને નેતાઓ વચ્ચે લગભગ અડધો કલાક સુધી મુલાકાત ચાલી હતી. અને ત્યારબાદ બંને નેતાઓ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલને શિંદેએ ૪૯ ધારાસભ્યોના સમર્થનનો પત્ર તેઓને સોંપ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનવા પર શુભેચ્છા પાઠવી છે સાથે જ તેમણે ડેપ્યુટી સીએમ બનનનાર દેવેન્દ્ર ફડણવીસને પણ શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ શિંદેને જમીન સાથે જાેડાયેલા નેતા ગણાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે મહારાષ્ટ્રને નવી ઉંચાઈઓ પર લઈ જશે.
અમિત શાહે નાયબ મુખ્યમંત્રી બનવા બદલ દેવેન્દ્ર ફડણવીસને શુભકામના પાઠવતાં કહ્યું કે, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ના કહેવા પર દેવેન્દ્ર ફડણવીસે મોટું મન રાખતાં મહારાષ્ટ્ર રાજ્ય અને જનતાના હિતમાં સરકારમાં સામેલ થવાનો ર્નિણય કર્યો છે.
બુધવારે સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ રોકવાનો ઈનકાર કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા મહારાષ્ટ્રમાં લાંબો સમય ચાલેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. હવે, ભાજપ અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા જઈ રહ્યા છે.
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે આજે રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તે પછી દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સમાં બધાના આશ્ચર્ય વચ્ચે જાહેરાત કરી હતી કે, મહારાષ્ટ્રના નવા મુખ્યમત્રી એકનાથ શિંદે બનશે અને આજે માત્ર તેઓ જ શપથ લશે.
પહેલા એવું કહેવાઈ રહ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બનશે. પરંતુ, હવે, આખું ચિત્ર બદલાઈ ગયું છે. ૨૮૮ બેઠકોવાળી વિધાનસભામાં હાલમાં એક સભ્યના નિધનના કારણે ૨૮૭ ધારાસભ્ય છે. એવામાં બહુમતીનો આંકડો ૧૪૪ બેઠકો છે.
ભાજપ પાસે ૧૦૬ ધારાસભ્યો છે. શિંદેના સમર્થનવાળા ધારાસભ્યોની સંખ્યા ૩૯ છે. ૧૨ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ ભાજપ પાસે છે. તે ઉપરાતં બીવીએના ૩ અને એમએનએસના ૧ ધારાસભ્ય પણ ભાજપના પક્ષમાં છે. આ રીતે ભાજપનો કુલ આંકડો ૧૬૧એ પહોંચી જાય છે તો, વિપક્ષમાં શિવસેનાના ૧૬, એનસીપીના ૫૩, કોંગ્રેસના ૪૪, સમાજવાદી પાર્ટીના ૨ ધારાસભ્યો છે.
તે ઉપરાંત એઆઈએમઆઈએમના ૨, અપક્ષના ૨ ધારાસભ્ય છે. એટલે કે, વિધાનસભાનું ગણિત હવે સંપૂર્ણ રીતે ભાજપની સાથે છે. જાે, શિવસેનાનું બળવાખોર જૂથ વોટિંગ દરમિયાન ગેરહાજર રહે છે તો બહુમતી ઘટીને ૧૨૪ પર આવી જશે. એ સ્થિતિમાં પણ ભાજપ સરળતાથી બહુમતી મેળવી લેશે.SS3KP