બોટાદ નગરપાલિકા સુપરસીડ થતા ૪૪ સભ્યો ઘરભેગાં
બોટાદ, શહેરી વિકાસ અને ગૃહ વિભાગે બોટાદ નગરપાલિકાને ‘સુપરસીડ’ની નોટિસ ફટકારી હતી. આથી, બોટાદ નગરપાલિકા ‘સુપરસીડ’ થતા તમામે તમામ ૪૪ સભ્યો ઘરભેગા થઇ ગયા છે. સરકારની નોટિસનો જવાબ ન મળતા પ્રાંત અધિકારીએ ચાર્જ સંભાળી લીધો છે.
બોટાદ પાલિકાને ‘સુપરસીડ’ કરવા માટે તમામ ૪૪ સભ્યોને સરકારે નોટિસ ફટકારી હતી. શહેરી વિકાસ અને ગૃહ વિભાગની પાલિકાને નોટિસ ફટકારવામાં આવી હતી. વિકાસની કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ નથી થતો.
નગરજનો વિકાસની સુવિધાથી વંચિત રહેતા શહેરી વિકાસ અને ગૃહ વિભાગની પાલિકાના સભ્યોને નોટિસ ફટકારવામાં આવી હતી.
સામાન્ય કામના નિકાલ માટે સભા પણ નથી બોલાવવામાં આવતી. કરવેરાની વસૂલાતમાં પાલિકા નિષ્ક્રિય થતા સરકારે આ નોટિસ પાઠવી હતી. પાલિકાના રોડ-રસ્તા, ગટરના કામ, સ્ટ્રીટ લાઇટ, ટ્રાફિકની સમસ્યા અને પીવાના પાણી તેમજ સાફ સફાઇ સહિતની સુવિધાઓ આપવાથી પાલિકા વંચિત નિષ્ફળ રહી છે.
આથી,
નગરપાલિકાને ‘સુપરસીડ’ કરવા મામલે સરકારે નોટિસ ફટકારતા રાજકારણમાં ભારે ગરમાવો જાેવા મળ્યો હતો. દેશની પ્રથમ બોટાદ નગરપાલિકા ભાજપની બની હતી તે જ નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે અને ગુજરાતમાં સરકાર પણ ભાજપની છતાં સરકાર દ્વારા નગરપાલિકાને સુપરસીડ કરાતા રાજકીય ગરમાવો આવ્યો છે. બોટાદ નગરપાલિકામાં છેલ્લા કેટલાંક દિવસોથી વિવાદ ચાલતો હતો.
પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સામે ભાજપના જ વિવિધ સમીતીના ૨૨ સભ્યોએ સમિતીમાંથી રાજીનામા ધરી દેતા મામલો ગરમાયો હતો અને સમગ્ર મામલો કમલમમાં પહોંચ્યો હતો અને અંતે પ્રમુખને રાજીનામું અપાવ્યું હતું.ત્યાર બાદ નવા પ્રમુખની ચૂંટણીને લઈને ભાજપે આપેલ મેન્ડેટની વિરુદ્ધમાં ભાજપના ૧૮ સભ્યોએ બળવો કરી અલ્પાબેન સાબવાને પ્રમુખ સ્થાન મેળવતા નવો વિવાદ સર્જાયો હતો.
ત્યાર બાદ બળવાખોર તમામ સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા અને સરકાર દ્વારા આપેલ નોટીસનો જવાબ ન આપતા આખરે સરકારે બોટાદ નગરપાલિકાને સુપરસીડ જાહેર કરતા બોટાદના પ્રાંત અધિકારીએ નગરપાલિકાનો ચાર્જ સંભાળી લીધો છે અને આવતા દિવસોમાં બોટાદના વિકાસના કામો કરવાનું જણાવ્યું હતું.
આમ, બોટાદ નગરપાલિકા સુપરસીડ થતા નગરપાલિકાના ૪૪ સભ્યો ઘર ભેગા થયા છે.SS3KP