Western Times News

Gujarati News

નવા નટુકાકા બાઘા સાથે મળીને જેઠાલાલને જણાવશે નવી-નવી સ્કીમ

મુંબઈ, સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૪ વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શોમાં ૧૪ વર્ષમાં કેટલાય કલાકારો આવ્યા અને કેટલાય ગયા. કેટલાકે શો છોડી દીધો તો કેટલાક ગુજરી ગયા. શોમાં નટુકાકાનો રોલ કરતાં અભિનેતા ઘનશ્યામ નાયકનું ઓક્ટોબર ૨૦૨૧માં નિધન થયું હતું. તેમના નિધન બાદથી નટુકાકાના પાત્રને શોમાંથી ગાયબ બતાવવામાં આવ્યું હતું.

જાેકે, હવે શોના મેકર્સે નટુકાકાના રોલમાં નવા એક્ટરની પસંદગી કરી લીધી છે. જી, હા ગુરુવારે રાત્રે પ્રસારિત થનારા એપિસોડમાં નટુકાકાની એન્ટ્રી થઈ છે. શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ એક વિડીયો શેર કર્યો છે અને નવા નટુકાકાની ઓળખાણ કરાવી છે.

નવા નટુકાકાની ઓળખાણ કરાવતાં પહેલા આસિત મોદીએ ઘનશ્યામ નાયકને યાદ કર્યા હતા. ઘનશ્યામ નાયક ૧૩ વર્ષ સુધી આ શો સાથે જાેડાયેલા રહ્યા હતા. હવે નવા નટુકાકાના રોલમાં ગુજરાતના જાણીતા એક્ટર-પ્રોડ્યુસર કિરણ ભટ્ટને લેવામાં આવ્યા છે.

આસિત કુમાર મોદીએ નવા નટુકાકાની ઓળખાણ કરાવતો વિડીયો શેર કરીને દર્શકોને વિનંતી કરી છે કે, જે પ્રકારે તેમણે ઘનશ્યામ નાયકને નટુકાકાના રોલમાં પ્રેમ આપ્યો હતો તેવો જ પ્રેમ નવા નટુકાકાને પણ આપે.

વિડીયોના અંતે આસિત કુમાર મોદી કહે છે કે, ‘કલાકારો બદલાતા રહેશે, કોઈ આપણી વચ્ચે નહીં રહે, કોઈ આ સફર છોડી દેશે પરંતુ પાત્ર બદલાશે નહીં. શો મસ્ટ ગો ઓન.’ છેલ્લે નવા નટુકાકા જૂના નટુકાકાની જેમ જ પગાર વધારા વિશે આસિત કુમાર મોદીને પૂછે છે ત્યારે તેઓ કહે છે કે, જેઠાલાલ પાસે માગજાે.

ઉલ્લેખનીય છે કે, શોમાં હાલ બતાવવામાં આવી રહ્યું છે કે, જેઠાલાલની નવી બનેલી ગડા ઈલેક્ટ્રોનિક્સમાં ચોર ઘૂસી આવે છે. ઈન્સ્પેક્ટર ચા.લુ. પાંડે ચોરને પાંચ લાખ રૂપિયા ભરેલી કેરીની પેટી ચોરીને જતો પકડી પાડે છે. જાેકે, ચોરને પોલીસ સ્ટેશને લઈ જતાં પહેલા જેઠાલાલ તેને સવાલ પૂછવા માટે રોકવાની વિનંતી કરે છે.

જે ઈન્સ્પેક્ટર પાંડે માન્ય રાખે છે. હવે ગુરુવારના એપિસોડમાં નટુકાકાની એન્ટ્રી થવાની છે ત્યારે પકડાયેલા ચોર તરીકે તેમની એન્ટ્રી થશે અને તેમને જાેઈને જેઠાલાલની પ્રતિક્રિયા શું હશે તે જાેવું મજેદાર બની રહેશે. મહત્વનું છે કે, સીરિયલમાં શરૂઆતથી નટુકાકાના રોલમાં જાેવા મળેલા અભિનેતા ઘનશ્યામ નાયકને ૨૦૨૦માં કેન્સર હોવાનું નિદાન થયું હતું.

Tarak Mehta ka Ulta Chashma

તેમણે એક વર્ષ જેટલો સમય કેન્સરની સારવાર લીધી હતી. તેઓ વચ્ચે વચ્ચે શોમાં દેખાતા પણ હતા. કમનસીબે ઓક્ટોબર ૨૦૨૧માં ઘનશ્યામ નાયકનું ૭૭ વર્ષની વયે અવસાન થયું હતું. ત્યારથી ગડા ઈલેક્ટ્રોનિક્સમાં નટુકાકાનું સ્થાન ખાલી હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.