રણબીર કપૂરને કોઈ અંકલ કહીને બોલાવે તે પસંદ નથી

મુંબઈ, બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અત્યારે અનેક કારણોસર ચર્ચામાં છે. પહેલા તો તેના આલિયા ભટ્ટ સાથેના લગ્નની ખૂબ ચર્ચા થઈ. ત્યારપછી તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રીલિઝ થયું અને હવે શમશેરાનું પણ ટ્રેલર સામે આવ્યું છે. રણબીર અત્યારે શમશેરાના પ્રમોશનમાં વ્યસ્ત છે.
આ દરમિયાન તેની પત્નીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી કે તેઓ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા પછી રણબીર અને આલિયા પર શુભકામનાઓ વરસી રહી છે. તાજેતરમાં એક ઈન્ટર્વ્યુ દરમિયાન પણ રણબીરને બાળકોને લગતો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
રણબીરે ઈન્ટર્વ્યુમાં જણાવ્યું કે તેના કઝિન ભાઈઓ અરમાન જૈન અને આદર જૈન મોટા થઈ રહ્યા હતા ત્યારે રણબીરની સાથે પૂંછડીની જેમ ફરતા હતા. રણબીરે જણાયું કે, અરમાન અને આદર જાણે તેની પૂજા કરતા હતા, તે રણબીરને ખૂબ સારો માનતા હતા.
આ સિવાય રણબીરે પોતાની બહેન રિદ્ધિમા કપૂર સહાનીની દીકરી સમારા સાથેના સંબંધો વિશે પણ વાત કરી છે. રણબીરે જણાવ્યું કે બાળકો તેને અંકલ કહીને બોલાવે તે પસંદ નથી. ઉલ્લેખનીય છે કે અરમાન જૈન અને આદર જેન રીમા કપૂર અને મનોજ જૈનના બાળકો છે.
રીમા ઋષિ કપૂરના બહેન છે. માટે તે રણબીરના ફોઈના દીકરા થયા. રણબીર કપૂરને જ્યારે પૂછવામાં આવ્યું કે બાળકો સાથે તેના કેવા સંબંધ હોય છે તો તેણે જણાવ્યું કે, મને લાગે છે કે હું તેમની સાથે સારો જ વર્તાવ કરુ છું. મને ખબર નથી હું સારો છું કે નહી પણ જ્યારે મારા બે કઝિન અરમાન અને આદર મોટા થઈ રહ્યા હતા તે મારી પૂંછડી સમાન હતા. હું જ્યાં પણ જતો હતો મારી પાછળ પાછળ આવતા હતા.
તો કદાચ તેમને હું સારો લાગતો હોઈશ. સમારા વિશે વાત કરતાં રણબીરે જણાવ્યું કે, મારી એક ભાણી છે સમારા જે અત્યારે ૧૧ વર્ષની છે. અત્યારે તે શરમાળ બની ગઈ છે, તે દિલ્હીમાં રહે છે. પણ જ્યારે તે મોટી થઈ રહી હતી અમે ઘણાં ક્લોઝ હતા. હવે તે એક ઓક્વર્ડ સ્ટેજમાં છે.
પણ મને લાગે છે હું બાળકો સાથે ઘણો ક્લોઝ છું. હું કૂલ અંકલ છુ પણ મને બાળકો અંકલ કહીને બોલાવે તે પસંદ નથી. હું તેમને કહુ છું કે તમે મને આરકે કહીને બોલાવો. અંકલ ટેગ ન હોવાને કારણે તેમને લાગે છે કે હું કૂલ છું. અને હું નથી ઈચ્છતો કે લોકોને વિચારે કે હું આટલો ઘરડો થઈ ગયો છું.
બસ મને આરકે કહીને બોલાવો. આ જ વાતચીત દરમિયાન જ્યારે રણબીરને ટેટૂ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, જાે તે ક્યારેય ટેટૂ કરાવશે તો નંબર ૮ લખાવશે અથવા તો બાળકોના નામ ત્રોફાવશે.
ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે તાજેતરમાં જ એક તસવીર શેર કરી છે જેમાં તે હોસ્પિટલના બેડ પર સોનોગ્રાફી માટે સૂતી છે અને બાજુમાં રણબીર કપૂર બેઠો છે. તેણે સાથે કેપ્શનમાં લખ્યું છે કે, અમારું બેબી આવી રહ્યું છે. વર્ક ફ્રટની વાત કરીએ તો રણબીર કપૂર હવે શમશેરામાં જાેવા મળશે, જેમાં તેની સાથે સંજય દત્ત, વાણી કપૂર જાેવા મળશે.SS1MS
I don’t like Ranbir Kapoor being called an uncle