ભરૂચમાં વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) મોંઘવારીના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે અનેક સેવાભાવી સંસ્થાઓ દર વર્ષે શૈક્ષણિક કીટોનું વિતરણ કરતા હોય છે. ત્યારે દીકરી દેવો ભવઃ ના સૂત્ર સાથે અનેક સેવા પૂરી પાડનાર શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
ભરૂચ જીલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા એવી શ્રી દીક્ષા ફાઉન્ડેશનના સ્થાપક દીક્ષા વાણીયા રાઠોડ દ્વારા કોરોનાકાળમાં પણ અનેક લોકોને મદદરૂપ થયા છે અને ભૂખ્યાઓને ભોજન પણ કરાવ્યું છે.
તદ્દઉપરાંત આટલી મોંઘવારીમાં ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા આશ્રય સાથે દીકરી દેવો ભવઃ ના સૂત્ર સાથે શૈક્ષણિક કીટનું વિતરણ કરી માનવતા મહેકાવી રહ્યા છે.
ત્યારે માનવ સેવા એજ પ્રભુ સેવાના સંદેશા સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા શ્રી દિક્ષા ફાઉન્ડેશનના સ્થાપક દિશા વાણિયા રાઠોડ દ્વારા લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થાવ અને પગભર કરવાના પ્રયાસો
અને અમારા આ પ્રયાસો થી વારંવાર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરતા આવ્યા છે અને ગતરોજ પણ ૩૦૦ થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રી દિક્ષા ફાઉન્ડેશનના સ્થાપક દિક્ષા વાણિયા રાઠોડ,નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ,શહેર ભાજપ મહામંત્રી દિપક મિસ્ત્રી, કારોબારી સભ્ય ઉપેન્દ્ર રાઠોડ સહિતના આગેવાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.