મહારાષ્ટ્રમાં સરકાર બદલાતા બુલેટ ટ્રેન માટે રસ્તો સાફ, છેક મુંબઈ સુધી જશે
બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે દોઢ વર્ષ અગાઉ મુખ્યમંત્રી ઠાકરેએ જાહેરમાં વિરોધ કર્યો હતો.
દિલ્હીમાં રેલવે મંત્રી વૈષ્ણવે જાપાનના ડેલિગેશન સાથે બેઠક પણ યોજી
ગાંધીનગર, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેકટ- બુલેટ ટ્રેન હવે વાપીમાં અટકશે નહી. સડસડાટ આગળ વધીને છેક મુંબઈ સુધી પહોંચશે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારનું પતન થતા વેંત દિલ્હીમાં આ પ્રોજેકટને જેટ વિમાનની ગતિએ આગળ વધારવા બેઠકોનો દોર શરૂ થયો છે. Union Minister Ashwini Vaishnaw co-chaired the 14th Joint Committee Meeting on Mumbai-Ahmedabad High-Speed Rail Project Dr. MORI Masafumi, Special Adviser to the Prime Minister of Japan co-chaired the meeting from the Japanese side
ભારતના સર્વપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે દોઢ વર્ષ અગાઉ મુખ્યમંત્રી ઠાકરેએ જાહેરમાં વિરોધ કર્યો હતો. મહાવિકાસ અઘાડી સરકારે ગુજરાતની હદ પછી પોતાના રાજય મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની પ્રક્રિયા બંધ કરતા ભારત સરકારે એક તબકકે શરૂઆતના સ્તરે બુલેટ ટ્રેન અમદાવાદથી વાપી સુધી જ દોડાવવાની તૈયારી શરૂ કરી હતી
પરંતુ હવે મહારાષ્ટ્રમાં જ ઠાકરે સરકારને બદલે ભાજપ સમર્થિત શિંદે સરકારની રચના થતા થાણે, મુંબઈ સહિતના જિલ્લાઓમાં જમીન સંપાદનની પ્રક્રિયા જેટ વિમાનની ગતિએ આગળ વધશે તે નિશ્ચિત થઈ ચુકયું છે.
ઉદ્ધવ ઠાકરેના વિરોધ અને અસહકારભર્યા વલણને કારણે અગાઉ પહેલાથી જ વિલંબિત થઈ રહેલા આ પ્રોજેકટમાં પ્રથમ તબકકે વર્ષ ર૦ર૬ સુધીમાં સુરતથી બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડતી કરવાનું કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે છઠ્ઠી જૂને જાહેર કર્યું હતું
પરંતુ ત્યાર પછીના બે જ સપ્તાહમાં બદલાયેલા ઘટનાક્રમ વચ્ચે ગુરૂવારે મહારાષ્ટ્રમાં નવી સરકાર અસ્તિત્વમાં આવે તે પહેલા જ તેમણે દિલ્હીમાં જાપાનના ડેલિગેશન સાથે બેઠક યોજીને આગળની કામગીરી માટે સમીક્ષા કર્યાનું જાણવા મળ્યું છે. આ પ્રોજેકટ જાપાન સરકારના આર્થિક અને તકનિકી સહયોગથી ભારતને મળ્યો છે.