છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૬ તાલુકામાં વરસાદ નોંધાયો
અમદાવાદ, રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે આઠ ઇંચ વરસાદ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં પડ્યો હતો. શનિવારે સવારે છ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ૭૧ તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. ૩૯ તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ એવા બે તાલુકા છે જ્યાં વરસાદ નોંધાયો નથી. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લામાં વરસાદ નોંધાયો છે.
આ સાથે જ રાજ્યમાં સિઝનનો કુલ ૧૨.૦૩ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતના પલસાણામાં ૨૦૯ એમ.એમ, બનાસકાંઠાના દિયોદરમાં ૧૯૦ એમ.એમ., નવસારીના ખેરગામમાં ૧૪૪ એમ.એમ., સુરતના બારડોલીમાં ૧૨૫ એમ.એમ., ડીસામાં ૧૨૦ એમ.એમ., અમીરગઢમાં ૧૨૦ એમ.એમ., ઓલપાડમાં ૧૧૮ એમ.એમ., તાપીના ડોલવણમાં ૧૧૮ એમ.એમ., સુરતના ચૌર્યાસીમાં ૧૧૭ એમ.એમ., લોધિકામાં ૧૧૫ એમ.એમ., વલસાડમાં ૧૧૨ એમ.એમ., પારડીમાં ૧૦૮ એમ.એમ., નવસારીમાં ૧૦૧ એમ.એમ. અને વાપીમાં ૧૦૦ એમ.એમ. વરસાદ પડ્યો હતો. ઝોન પ્રમાણે પડેલા વરસાદની વાત કરીએ તો કચ્છમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૬૦ એમ.એમ. સરેરાશ વરસાદ પડ્યો છે.
અહીં સિઝનનો ૪.૧૬ ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં ૨૪ કલાકમાં ૨૯.૭૧ એમ.એમ. સરેરાશ વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો ૮.૩૧ ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૨૪ કલાકમાં ૪.૦૯ એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો ૯.૦૪ ટકા વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રમાં ૨૪ કલાકમાં ૧૭.૮૯ એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ ૧૨.૯૬ ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ૨૪ કલાકમાં સરેરાશ ૫૧.૭૪ ટકા વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ ૧૫.૨૪ ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સરેરાશ ૧૦૨.૨૯ એમ.એમ. વરસાદ પડ્યો છે. રાજ્યમાં સિઝનનો કુલ ૧૨.૦૩ ટકા વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રાજ્ય પર મહેર કરી છે.
શુક્રવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદી માહોલ હતો. આ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડવાને કારણે અહીં રસ્તાઓ પર જ નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ રસ્તાઓ પર વહેતા પાણીમાં અમુક વાહનો પણ તણાયા હતા.
ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે શુક્રવારે જ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપી છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે.SS1MS