વરસાદી પાણી ભરેલા ખાડામાં નહાવા પડતાં બે ભાઈનાં મોત
રાજકોટ, અષાઢી બીજના રોજ એક તરફથી ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથયાત્રા નીકળી હતી તો બીજી તરફ રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લાના ૧૦ જેટલા તાલુકામાં મેઘરાજાની મેઘયાત્રા નીકળી હતી. રાજકોટ જિલ્લાના લોધિકા, પડધરી, સરધાર અને ગોંડલ તાલુકામાં મોટાભાગના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું હતું.
બીજી તરફ રાજકોટના ગ્રામ્ય પંથકોમાં બે જેટલા અણ બનાવો બન્યા હોવાનું સામે આવ્યું હતું. જાેકે, એક બનાવમાં સાત લોકોનો ચમત્કારિક બચાવ થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે બીજા બનાવમાં બે સગા ભાઈનાં મોતની નીપજયા હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળતી વિગતો અનુસાર બંને ભાઈઓ મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ગ્રામ્ય પંથકમાં બે ભાઈઓના પાણી ભરેલા ખાડામાં નાહવા પડતા ડૂબી જવાથી મોત નીપજ્યા છે. શુક્રવારના રોજ માતાપિતા બાંધકામની સાઈટ પર કડિયા કામ કરી રહ્યા હતા, આ સમયે બંને ભાઈઓ બાંધકામની સાઈટ પરથી નીકળી ગયા હતા.
રસ્તામાં વરસાદી પાણીથી ભરાઈ રહેલા ખાડામાં બંને ભાઈઓ નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન ડૂબી જવાથી બંનેનાં મૃત્યું થયા હતા. સાંજે બંને બાળકો બાંધકામ સાઈટ પર પરત ન ફરતા માતા-પિતાએ શાપર વેરાવળ પોલીસને જાણ કરી હતી.
શોધખોળ દરમિયાન વરસાદી પાણી ભરેલા ખાડામાંથી બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બંને બાળકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પાંચ વર્ષના અર્જુન અને નવ વર્ષના અશ્વિનનું ડૂબી જવાથી મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.SS1MS