સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી માલગાડી પાટા પરથી ઉતરી પડી
(એજન્સી) સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી માલગાડી પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો છે. સાવરકુંડલાના ગાધકડા નજીક ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો. ટ્રેન પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાઇ જતા ભારે મુશ્કેલી સર્જાઇ હતી.
સુરેન્દ્રનગરથી ધોળા, ભાવનગર- મહુવાનો રેલ માર્ગ અટવાઇ ગયો હતો.કારણ કે અહીંયા ૨૬ જેટલી માલવાહક અને પેસેન્જર ટ્રેન પસાર થાય છે. ટ્રેનનો વચ્ચેનો એક ડબ્બો પાટા પરથી ઉતરતા રેલ વિભાગ દોડતું થઇ ગયું હતું. જાે કે, આ ઘટનાની જાણ થતા ભાવનગર રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થઇ ગયા હતા.
જાે કે, આ ઘટનામાં કોઇ પણ જાનહાનિ થયાનું સામે નથી આવ્યું. પરંતુ આ ઘટના શા કારણોસર બની તેને લઇને હાલમાં તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઇએ કે, અહીંયા રોજની ૨૬ માલવાહક અને પેસેન્જર ટ્રેન પસાર થતી હોય છે.
આથી, રેલવે વિભાગ પણ એલર્ટ થઇ ગયું. આ ઘટનાની જાણ થતા અધિકારીઓએ આખરે આ ઘટના બનવા પાછળ શું કારણ જવાબદાર છે તે મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.