જૂહાપુરામાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની જગ્યામાં મકાન બનાવી ઠગાઈ
AMCએ બુલડોઝર ફેરવતાં પરિવાર બેઘર- આરોપી પોલીસ પણ પોતાનાં ખિસ્સામાં હોવાનું જણાવી ફરિયાદીને ફરિયાદ ન કરવા દબાણ કરતો હોવાનો આક્ષેપ
અમદાવાદ, અમદાવાદ શહેરનાં જુહાપુરા, ફતેવાડી અને આસપાસનાં અનેક વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ આમ તો ગેરકાયદેસર રીતે જ બનેલી છે પરંતુ ગેરકાયદેસર જગ્યા પોતાની બતાવીને એક ઠગબાજે ૫ મકાનો બનાવી બારોબાર વેંચી દિધા હોવાની ધટના સામે આવી છે.
ગ્યાસપુરની સીમમાં આવેલા એક પ્લોટમાં થોડા સમય પહેલા મોહમદ સાકીર ચૌહાણે ૫ મકાનો બનાવ્યા હતા. જેમાં ફરિયાદી વજીહાબેન પીરતીવાલાને મકાન લેવાનું હોવાથી તેઓએ બિલ્ડરનો સંપર્ક કર્યો હતો.બિલ્ડરે કોર્પોરેશનની માલિકીની જગ્યાનાં ખોટા દસ્તાવેજાે ઉભા કરી તે જગ્યા પર આર. એસ નગર નામની સ્કીમ બહાર પાડી હતી.
Fraud by building a house in place of AMC in Juhapura
જેમાં મહિલાને બે મકાન લેવાના હોવાથી તેણે ૧૬ લાખમાં લેવાનું નક્કી કર્યું હતું.મહત્વનુ છે કે મહિલાએ મકાન ખરીદતા બિલ્ડરે તેઓને દસ્તાવેજ કરી આપ્યો હતો.
જે મકાનમાં મહિલા પોતાનાં પરિવાર સાથે રહેવા જતા પણ રહ્યા હતા..જાેકે થોડા સમય પહેલા મકાન કોર્પોરેશનની જગ્યા પર દબાણ કરીને બનાવવામાં આવ્યુ હોવાની છસ્ઝ્રની નોટિસ આવતા મહિલાનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.
આ મામલે તેઓએ આરોપી મોહમદ સાકીર ચૌહાણનો સંપર્ક કરતા તેણે લીધેલા ૧૬ લાખમાંથી ૪ લાખ પરત આપ્યા હતા
અને બાકીનાં પૈસા પરત આપવાના વાયદાઓ કરતો હતો. જાેકે ૬ મહિના પહેલા AMC દ્વારા મહિલાનાં બે મકાન સહિત તમામ મકાનો પર બુલડોઝર ફેરવી નાખતા સમગ્ર પરિવાર બેઘર થયો છે. આ ધટના બાદ આરોપી બિલ્ડર પણ જાેધપુર રાજસ્થાન ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.મહત્વનું છે મહિલાએ એક એક રૂપિયો ભેગો કરી પોતાનાં સપનાનું ઘર વસાવ્યું હતું જાેકે ઠગ બિલ્ડરનાં કારણે તેણે પોતાનાં લાખો રૂપિયા અને મકાન બન્ને ગુમાવ્યું છે.
આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઈ અને વિશ્વાસધાતની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે આરોપી રાજકિય વગ ઘરાવતો હોવાથી પોલીસ પણ પોતાનાં ખિસ્સામાં હોવાનું જણાવી ફરિયાદીને ફરિયાદ ન કરવા દબાણ કરતો હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે આરોપીને પોલીસ જેલનાં સળીયા પાછળ ધકેલે છે કે પછી છાવરે છે તે જાેવુ રહ્યું.