બોરસદ મામલતદારે જાતે જ બાળકીને ઉંચકી સુરક્ષિત સ્થળે પહોંચાડી
બોરસદ પંથકમાં ફરીવાર ધોધમાર વરસાદ-સિસવામાં મામલતદાર, પ્રાંત અધિકારી અને અન્ય ટીમો ૨૪ કલાકથી ખડે પગે રહી કામગીરીમાં જાેતરાઇ હતી
આણંદ, બોરસદમાં ગત ૩૦મીએ ખાબકેલા મુશળધાર વરસાદને લઈને તાલુકાના સિસવા ,ભાદરણ તેમજ કઠોલ ગામમા વરસાદી પાણી ભરાયા હતા જેને લઈ જન જીવન પ્રભાવિત થયું હતું. બોરસદ તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી પાણી ત્રાટકતા મોટા પાયે નુકસાન થયું છે જ્યારે ૯૦ જેટલા પશુઓના પણ મોત નિપજ્યા છે.
સિસવામાં મામલતદાર, પ્રાંત અધિકારી અને અન્ય ટિમો ૨૪ કલાકથી ખડે પગે રહી કામગીરીમાં જાેતરાઇ હતી. તો બીજી તરફ કઠોલ ગામના લોકોએ કાંસ સફાઈ સાથે ગામના મુખ્ય પ્રવેશ માર્ગને ઊંચો કરવાની પણ માંગ કરી છે.
કારણ કે ગામના મુખ્ય પ્રવેશ માર્ગ ઉપર જ પ્રાથમિક શાળા આવેલી છે જ્યાં ૩૫૦ બાળકો અભ્યાસ કરે છે. બોરસદના મામલતદાર આરતીબેન ગોસ્વામી જાતે જ નાના બાળકને ઉંચકીને સુરક્ષિત સ્થળે પહોંચાડયો હતો વિકટ પરિસ્થ્તિમાં મામલતદાર આરતીબેનનું કામ જોઈ સૌ કોઈ તેમના વખાણ કરતાં થાકતા ન હતા. Borsad Mamlatdar herself picked up the child and took him to a safe place
મંત્રીશ્રીએ કુદરતી આફતના સમયમાં બોરસદના મામલતદાર શ્રી આરતીબેન ગોસ્વામીએ કરેલી સંવેદનાસભર કામગીરી બિરદાવતા જણાવ્યું કે મહિલા સરકારી અધિકારીએ સાચે જ એક કર્મયોગીની ભાવનાથી આફતના સમયમાં અસરગ્રસ્તોની સેવા કરી છે.
મામલતદારે સમયસર લોકોને રાહત છાવણીમાં લઈ જઈ સવારના સમયે ચા નાસ્તો, બપોરના સમયે ભોજન પૂરું પાડી સમયસર રાહત સામગ્રી અને પોતાના સ્વખર્ચે સાડીઓનું પણ વિતરણ કર્યું છે જે સરાહનીય છે. વિપદા ની આ ઘડીમાં તમામ અધિકારીઓને અસરગ્રસ્તોને રાજ્ય સરકારની મળવાપાત્ર તમામ સહાય સમયમર્યાદામાં ચૂકવવા તેમણે સુચનાઓ આપી હતી.
આ મુલાકાત વેળાએ સાંસદશ્રી શ્રી મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, અગ્રણી શ્રી વિપુલભાઈ પટેલ, રમણભાઈ સોલંકી ,કલેકટરશ્રી મનોજ દક્ષિણી ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપના, પ્રાંત અધિકારીશ્રી જય કુમાર બારોટ, મામલતદાર સુશ્રી આરતી ગોસ્વામી, ચીફ ઓફિસર સહિત ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અને ગામના આગેવાનો પણ જોડાયા હતા.
આ તબાહી બાદ હાલ સિસવા ગામમાં વરસાદી પાણી ઓસર્યા છે અને જન જીવન પુનઃ ધબકતું થયું છે અને ગામમાં દવાનો છટકાવ સાથે મેડિકલની ટિમો કામે લાગી છે. સિસવામાં મામલતદાર પ્રાંત અધિકારી અને અન્ય ટિમો કર્યરત છે. તો બીજી તરફ કઠોલ ગામના લોકોએ કાંસ સફાઈ સાથે ગામના મુખ્ય પ્રવેશ માર્ગને ઊંચો કરવાની પણ માંગ કરી છે.
તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિને લઈને બોરસદ શહેરનો વનતળાવ વિસ્તાર, ભાદરણ ગામ તેમજ સૌથી વધુ સિસવા ગામ પ્રભાવિત થયા હતા. સિસવા ગામમાં કેડ સમાં પાણી ભરાતા જનજીવન પર ગંભીર અસર સર્જાઈ હતી. ૩૮૦ લોકો પ્રભાવિત થતા તેમને સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું
આ સાથે વરસાદી પાણીથી લોકોની ઘરવખરી સાથે પશુ ધનને પણ વ્યાપક નુકસાન થયું હતું. સર્વત્ર જળબંબાકાર સર્જાતા ખેડૂતોના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા હતા જેને લઈ ખેતી પાકો નષ્ટ થવા પામ્યા છે. જાેકે ૨૪ કલાક બાદ વરસાદી પાણી ધીરે ધીરે ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વધુમાં રોગચાળોના વકરે તે માટે દવાના છટકાવ સાથે મેડિકલની ટિમો પણ કાર્યરત થઈ હોવાનું સામે આવ્યું છે.
આવી પરિસ્થિતિમાં તેમના જીવને પણ જાેખમ સેવાઈ રહ્યું છે. આથી આ માંગ કરાઇ હતી. બીજી તરફ ખેતી પાકને પણ વ્યાપક નુકસાન થયું હોવાનું રિયાલિટી ચેક દરમિયાન સામે આવ્યું છે. કપાસ શાકભાજીના પાકો નષ્ટ થયા છે સાથે ડાંગરની રોપણી પણ હવે નહિવત બની છે. પરંતુ હાલ તંત્ર પ્રભાવીત લોકોની પડખે રહી યશસ્વી કામગીરી કરતું હોવાનું સામે આવ્યુ છે.
પુરઅસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ માંડ થાળે પડી રહી છે તેવામાં બોરસદ પંથકમાં પુન ધોધમાર વરસાદ પડયો હતો. સિસવા, ભાદરણ, વડેલી, ભાદરણીયા, સહિતના વિસ્તારોમા અનાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું અને નીચાણ વાળા વિસ્તારોમા ફરી પાણી ભરાયા હતા.