જનસાધારણ એક્સપ્રેસ અમદાવાદને બદલે સાબરમતીથી ઉપડશે
11 જુલાઈથી અમદાવાદ-આગ્રા કેન્ટ, અમદાવાદ-ગ્વાલિયર અને અમદાવાદ મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ અમદાવાદને બદલે સાબરમતીથી દોડશે.
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ, અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ અને અમદાવાદ-મુઝફ્ફરપુર સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસ ટ્રેનો અમદાવાદને બદલે સાબરમતી (ધરમ નગર)થી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
1. તારીખ 11 જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 12548 અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 16:50 કલાકે ઉપડશે.
2. તારીખ 12 જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 22548 અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 16:50 કલાકે ઉપડશે.
3. તારીખ 16 જુલાઈ 2022થી, ટ્રેન નંબર 15270 અમદાવાદ-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 17:55 કલાકે ઉપડશે.
4. તારીખ 11 જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 12547 આગ્રા કેન્ટ-અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર 12:05 કલાકે ટર્મિનેટ (સમાપ્ત) થશે.
5. તારીખ 10 જુલાઈ 2022થી, ટ્રેન નંબર 22547 ગ્વાલિયર-અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર ટર્મિનેટ (સમાપ્ત) થશે.
6. તારીખ 14 જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-અમદાવાદ જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર ટર્મિનેટ (સમાપ્ત) થશે.
ટ્રેનોના સંચાલન, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.