મહારાષ્ટ્ર ફ્લોર ટેસ્ટમાં ઈડી-ઈડીની નારેબાજી કરાઇ
મુંબઇ, મહારાષ્ટ્રમાં સોમવારે બીજેપી-શિંદે જૂથે ૧૬૪ મત સાથે વિધાનસભામાં બહુમત મેળવી લીધો છે. મહાવિકાસ અધાડી એટલે કે ઉદ્ધવના પક્ષમાં ૯૯ મત પડ્યા છે. આ ભલે બીજેપી અને એકનાથ શિંદેની જીત બતાવવામાં આવતી હોય પરંતુ ગૃહમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના એક નિવેદનથી રાજકિય ક્ષેત્રે ચર્ચા શરૂ થઈ ગઈ છે. શિંદે સરકારે ફ્લોર ટેસ્ટ સમયે મહાવિકાસ અધાડીના નેતા ગૃહમાં ઈડી ઇડીના નામે બુમો પાડતા હતા.
આ વિશે ફડણવીસે ઉભા થઈને કહ્યું કે, તમે સાચું કહો છો. આ ઈડી સરકાર છે. ઈથી એકનાથ અને ડીથી દેવેન્દ્ર.. ફડણવીસે આગળ કહ્યું- એકનાથ શિંગે પબ્લિકના માણસ છે. લોકોએ તેમને ઘેરી લીધા તો તેઓ સમસ્યાનો ઉકેલ લાવ્યા વગર બહાર નહીં નીકળે. તેઓ ઓછું બોલે છે, પણ તેમનું કામ બોલે છે. તેમણે કહ્યું કે, મારે કદી તેમની સાથે ઝઘડો નહીં થાય. ફડણવીસે કહ્યું, અમારા લોકો ઉપર પણ મહા વિકાસ અધાડી સરકારે ૩૦-૩૦ કેસ કર્યા છે.
હનુમાન ચાલીસા વાંચી તો ઘર તોડવામાં આવ્યા. રાજકિય પોસ્ટ કરી તો ૧૫-૧૫ દિવસ જેલમાં રાખ્યા. આવી બદલાની ભાવના ઠિક નથી. હું વિશ્વાસ અપાવું છું કે, ગઈ સરકારના ર્નિણને આપણે ખોટી રીતે ના જાેવા જાેઈએ. તે ર્નિણય સાચા હશે તો અમે તેને ફરી કેબિનેટમાં પાસ કરીશું અને કામને આગળ વધારીશું.HS2KP