સિદ્ધુને ગોળી મારનાર શૂટરની તેના સાથી સાથે ધરપકડ થઈ
નવી દિલ્હી, પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા મર્ડર મિસ્ટ્રીમાં મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે સિદ્ધુને ગોળી મારનાર શૂટર અંકિત સિરસાની તેના સાથી સચિન ભિવાની સાથે ધરપકડ કરી છે.
અંકિત સિરસા તે શૂટર છે જેણે સિદ્ધૂને નજીકથી ગોળી મારી હતી અને આ પ્રિયવ્રત ફૌજીની સાથે તેની ગાડીમાં જ સવાર હતો. આ બંને લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરારના ગેંગમાં કામ કરતા હતા.
પોલીસે આની પાસેથી પંજાબ પોલીસની ત્રણ વર્દી સિવાય એક ૯એમએમ ની પિસ્તોલ, એક ૩એમએમ ની પિસ્તોલ અને ડોંગલ સાથે બે મોબાઈલ સેટ જપ્ત કર્યા છે. ઘટનાને અંજામ આપ્યા બાદ ફૌજી અને અંકિત એક સાથે ભાગ્યા હતા. દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલની ટીમ મોટી સફળતા પ્રાપ્ત કરી છે કેમ કે સિદ્ધૂ મૂસેવાલા મર્ડર મિસ્ટ્રીમાં ૬ શૂટર્સ સામે આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર શરૂઆતમાં અંકિત અને ફૌજી બંને એક સાથે ભાગ્યા હતા. પ્રિયવ્રતને પોલીસે પહેલા જ ધરપકડ કરી લીધી હતી જ્યારે અન્ય આરોપી સચિન ભિવાની સિદ્ધુ મુસેવાલા કેસમાં ચાર શૂટરોને આશરો આપવા માટે જવાબદાર હતો. સચિન ભિવાની રાજસ્થાનમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનુ પુરુ કામ સંભાળતો હતો.
પોલીસે આ બંનેને ૩ જુલાઈની રાતે ૧૧ઃ૦૫ મિનિટે કાશ્મીરી ગેટ નજીક મહાત્મા ગાંધી માર્ગ પરથી ધરપકડ કરી. આની પાસે સેડો પિસ્તોલ સિવાય પંજાબ પોલીસની ૩ વર્દી પણ જપ્ત કરવામાં આવી છે. શૂટર્સ લોરેન્સ બિશ્નોઈના નજીકના છે. તેમની ધરપકડ માટે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પોલીસની રેડ ચાલુ છે.
૨૯ મે એ પંજાબના માનસા જિલ્લા સ્થિત જવાહરકે ગામ નજીક સિદ્ધુ મુસેવાલાની ગોળીઓ મારીને હત્યા કરી દેવાઈ હતી. કેનેડામાં બેસેલા ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને દિલ્હીની તિહાડ જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઈએ આ હત્યાકાંડની જવાબદારી લીધી હતી. પોલીસ આ મર્ડર કેસમાં સામેલ ડઝન આરોપીઓની અત્યાર સુધી ધરપકડ કરી ચૂકી છે. તેમજ ગોળી મારનાર શૂટર્સની ધરપકડ ચાલુ છે.SS2KP