Western Times News

Gujarati News

ડિજિટલ ક્રાંતિથી લોકોને લાઈનોમાંથી મુક્તિ મળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિજિટલ ઈન્ડિયા વીક ૨૦૨૨નું ઉદ્‌ઘાટન કર્યું

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિજિટલ ઈન્ડિયા વીક ૨૦૨૨નું ઉદ્‌ઘાટન કર્યું હતું અને ઈન્ડિયાસ્ટેક ગ્લોબલ, માય સ્કીમ, મેરી પહેચાન, ડિજિટલ ઇન્ડિયા ભાષીની, ડિજિટલ ઈન્ડિયા જેનિસિસ, ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ તથા કેટલાઈઝીંગ ન્યૂ ઈન્ડિયાઝ ટેકેડની ઈ-બુક જેવી ૭ પહેલને લોન્ચ કરી હતી.

આ પ્રસંગે તેમણે ટેકનોલોજીનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, આજે ડિજિટલ અભિયાનના કારણે લોકોને બર્થ સર્ટિફિકેટ, રાશન, બેંક સેવા વગેરે માટે લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળી છે. તેમણે કહ્યું કે, ડિજિટલ અભિયાનના કારણે ભ્રષ્ટાચાર પર પણ અંકુશ લાગ્યો છે.

તેમણે કહ્યું કે, ભારતે ડિજિટલ અભિયાનનેhttps://sendgb.com/4DAMt86KkWX સમગ્ર વિશ્વની સામે રાખ્યું છે. પીએમએ કહ્યું કે, આજનો કાર્યક્રમ ૨૧મી સદીના ભારતની ઝલક છે.પીએમ મોદીએ કહ્યું કે, મને ખુશી છે કે ૮ વર્ષ પહેલા શરૂ થયેલું અભિયાન બદલતા સમયની સાથે ખુદને વિસ્તાર આપી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે, ૮-૧૦ વર્ષ પહેલા બેન્કથી લઈને રાશન સહિત અનેક કામ માટે લાઈનો લાગતી હતી. પરંતુ હવે ડિજિટલ ક્રાંતિને કારણે આ તમામ સુવિધા ઓનલાઇન થઈ છે. તેમણે જણાવ્યું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી છેલ્લા ૮ વર્ષમાં ૨૩ લાખ કરોડ રૂપિયા સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં મોકલવામાં આવ્યા છે.

આ ટેક્નોલોજીને કારણે દેશના ૨ લાખ ૨૩ હજાર કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચી ગયા છે. આજનો કાર્યક્રમ ૨૧મી સદીના ભારતની ઝલક હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, ‘સમયની સાથે જે દેશ આધુનિક ટેકનોલોજીને નથી અપનાવતા તેવા દેશને સમય પાછળ છોડી દેતો હોય છે.

આજે આપણે ગૌરવપૂર્ણ કહી શકીએ કે, ભારત ચોથી ઔદ્યોગિક ક્રાતિ, ઈન્ડસ્ટ્રી ૪.૦ની દિશા દુનિયાને બતાવી રહ્યું છે.

દેશમાં દેશમાં ગરીબોને જનધન, મોબાઇલ અને આધારનો લાભ મળ્યો હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, ગુજરાત ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમમાં પથદર્શકની ભૂમિકા નિભાવી રહ્યું છે. ડિજિટલ ઈન્ડિયાએ ટેક્નોલોજીને વધુ સરળ બનાવી છે.

પીએમ મોદીએ કહ્યું કે, ટેક્લોનોજીનો સાચો ઉપયોગ માનવતા માટે કેટલો ક્રાંતિકારી છે, તેનું ઉદાહરણ ભારતે ડિજિટલ ઈન્ડિયા અભિયાન તરીકે વિશ્વની સામે રાખ્યું છે. તેમણે જણાવ્યું કે, દેશમાં વન નેશન વન રાશનની મદદથી ૮૦ કરોડ લોકોને ફ્રી રાશન આપ્યું. આ ટેક્નોલોજીનો કમાલ છે.

આપણે ટેક્નોલોજીની મદદથી દેશમાં વિશ્વનું સૌથી મોટુ વેક્સીનેશન અભિયાન ચલાવ્યું.’ કોરોના કાળમાં ૩ કરોડથી વધુ લોકોએ ઘરે બેસી મોબાઈલ પર તબીબી સલાહો લીધી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ડિજિટલ ક્રાંતિને કારણે રોજગારની તકોમાં ખુબ વધારો થયો હોવાનું પણ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું કે, સ્પેસ હોય, મેપિંગ હોય, ડ્રોન હોય, ગેમિંગ હોય અને એનીમેશન હોય, આવા અનેક સેક્ટર જે ફ્યુચર ડિજિટલ ટેકને વિસ્તાર આપવાના છે, તેને ઈનોવેશન માટે ખોલી દેવામાં આવ્યા છે.

પીએમએ જણાવ્યું કે, વિશ્વના ૪૦ ટકા ડિજિટલ ટ્રાન્જેક્શન માત્ર ભારતમાં થાય છે. આ ભારતની તાકાત છે. આજે મોલમાં જે ટ્રાન્જેક્શનની ટેક્નોલોજી છે, તે ટેક્નોલોજી ફુટપાથ પર ધંધો કરતા વ્યક્તિ પાસે છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.