Western Times News

Gujarati News

૨૭ વર્ષીય મિકેનિકલ એન્જિનિયરે જીવન ટુંકાવ્યું

પ્રતિકાત્મક

વડોદરા, વડોદરા શહેરના ૨૭ વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યશ અગ્રવાલે આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ૨૭ વર્ષનો યશ અગ્રવાલ મિકેનિકલ એન્જિનિયર હતો. તે મકરપુરા જીઆઈડીસીમાં આવેલી એક એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી કરતો હતો.

ગઈકાલે તે નોકરી પર ગયો ત્યારે મારે ઓવરટાઈમ છે તેવું સિક્યુરિટીને કહીને કંપનીમાં રોકાયો હતો અને દરવાજાે બંધ કરીને અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. ૨૭ વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યશ અગ્રવાલે ૪ મહિના પહેલા જ લગ્ન કર્યા હતા. તેના આપઘાતનું કારણ જાણવા માટે માંજલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં રહેતો ૨૭ વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યશ અગ્રવાલ મકરપુરા GIDCમાં આવેલી એન્જિનિયરિંગ કંપનીમાં ફરજ બજાવતો હતો. તારીખ ૨ જુલાઈએ રાત્રે તેણે આપઘાત કરી લીધો હતો. મોડે સુધી ઘરે નહીં આવતા તેની ચિંતામાં પરિવારે કંપનીમાં ફોન કરતા આ ઘટનાની જાણ થઈ હતી.

૨૭ વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યશ અગ્રવાલ નામના યુવકે આ પગલું કેમ ભર્યું તેનું રહસ્ય હજુ સુધી અકબંધ છે. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ ૨૭ વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યશ અગ્રવાલના લગ્ન ૪ મહિના પહેલા જ થયા હતા.

લગ્નના ૪ મહિનામાં જ પુત્ર ગુમાવતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. માંજલપુર પોલીસ પણ આ મામલે પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે. યશ અગ્રવાલે મકરપુરા સ્થિત કંપનીમાં આપઘાત કર્યો હતો. જે સમગ્ર ઘટના કંપનીના CCTVમાં કેદ થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ આ યુવકનો ભાઈ સિંગાપુર હોવાથી તેનો મૃતદેહ હાલ કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.