આમોદની ઢાઢર નદીમાં મગરોનું ઝુંડ જાેવા મળ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/DHADHAR.jpg)
ભરૂચ, ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી વહેતી ઢાઢર નદીમાં મહાકાય મગરોનું ઝુંડ વિહાર કરતાં નજરે પડ્યું હતું, ઢાઢર નદીમાં મોટી સંખ્યામાં નદીની સપાટી ઉપર તરતા મગરોને જાેઈ બ્રિજ પર લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.
મગરોનું ઝુંડ જાેતાં લોકો બ્રિજ પર અટકી ગયા હતા અને મન મૂકીને વીડિયો ઉતાર્યા હતા, આ અગાઉ ૨૦થી ૨૫ મગરો નદીમાં ખોરાક આરોગતા હોઈ, એનો વીડિયો સામે આવ્યા હતો. હાલ ચોમાસાની સીઝનમાં ઢાઢર નદીના જળસ્તર જેમ જેમ વધશે એમ એમ મગરો નજીકનાં ખેતરો અને રહેણાક વિસ્તારોમાં આવી ચઢવાનો ભય લોકોને સતાવી રહ્યો છે.
બે મહિના અગાઉ પણ ઢાઢર નદીના પુલનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં ઢાઢર નદીમાં મગરોનું વિશાળ ઝુંડ પુલ નીચેથી પસાર થઇ જાેવા મળ્યું હતું. આ ઝુંડમાં એક બે નહીં, પરંતુ ૨૦થી ૨૫ મગર ઢાઢર નદીના પુલ નીચેથી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જઈ રહ્યા હતા.
મગરો પાણીમાં પડેલા કોઈ ખોરાકને આરોગવા માટે ટોળાંમાં આવી રહ્યા હોય અને શિસ્તબદ્ધ રીતે ખોરાકની જિયાફત માણી પરત ફરી રહ્યા હોય એવાં દૃશ્યો સામે આવ્યાં હતાં.ઢાઢર નદીમાં મગર નજરે પડવા આમ તો સામાન્ય બાબત છે. ઢાઢર નદીના કિનારે નજર કરવામાં આવે તો મોટે ભાગે એકાદ-બે મગર કિનારા પર સૂર્યની ગરમી મેળવતા નજરે પડે છે. ઠંડા લોહીનો આ જીવ ગરમી મેળવવા પાણીની બહાર આવે છે.
ભરૂચના આમોદ અને જંબુસર તાલુકામાં પસાર થતી ઢાઢર નદી તેના મીઠા જળ માટે જાણીતી છે, સાથે આ નદીમાં વસવાટ કરતાં જળચરોને લઈને પણ ચર્ચામાં રહે છે. અહીં ખૂબ મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. આ મગર ઉનાળાના સમયમાં નદીમાં પાણી ઓછું થાય ત્યારે છીછરા પાણીમાં નજરે પડે છે.
તો ચોમાસાની ઋતુમાં નદી જ્યારે કિનારા ફાંગી જાય છે ત્યારે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બને છે. આ સમય બાદ આસપાસની ખાડીઓ અને ખેતરોમાં મગર જાેવા મળે છે.SS3KP