Western Times News

Gujarati News

અકસ્માતમાં મૃત્યુ પામનારા યુવકના પરિવારને ૧૭ વર્ષે વળતરનો આદેશ

અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ૯%ના વ્યાજ સાથે ૪.૫ કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો

અમદાવાદ , કોર્ટ કેસ લાંબા ચાલતા હોય છે પણ જાે હાર માન્ય વગર લડત ચાલુ રાખવામાં આવે તો જીત મળતી હોય છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં એક એન્જિનિયરના મૃત્યુના ૧૭ વર્ષ પછી એક સ્થાનિક કોર્ટે ચુકાદો સંભળાવીને અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ૯%ના વ્યાજ સાથે ૪.૫ કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે. આ કેસમાં એન્જિનિયર સાથે મૃત્યુ પામેલા ક્લાર્કને પણ વળતર ચૂકવવા કોર્ટે જણાવ્યું છે.

કેસની વિગતો એવી છે કે, એન્જિયનિયર જે કારમાં સવાર હતા તેનો વિરમગામ અને સાણંદ વચ્ચે તારીખ ૨૪ જૂન ૨૦૦૫એ રસ્તા પર મૂકવામાં આવેલા ટ્રક અકસ્માત થયો હતો. ટ્રક બ્રેક ડાઉન થયો હોવાથી ડ્રાઈવર તેને રોડ પર જ છોડીને જતો રહ્યો હતો.

આ દરમિયાન કારના ડ્રાઈવરને વિરમગામથી આવતી વખતે સામેના રસ્તા પરથી પડતી અન્ય વાહનોની આંખો અંજાવી દેતી લાઈટના લીધે રોડની વચ્ચે મૂકી દેવામાં આવેલો ટ્રક દેખાયો નહોતો અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થઈ ગયા હતા.

ખરાબ થયેલા ટ્રકને રોડની વચ્ચે પાર્ક કરવામાં આવ્યો હતો અને તેની સાથે થયેલા કારના અકસ્માતમાં ૩૨ વર્ષના એન્જિનિયર ધવલ બ્રોકર અને ૫૬ વર્ષના ક્લાર્ક મહેન્દ્ર શાહનું નિધન થયું હતું. આ અકસ્માત પછી બન્ને મૃતકોના પરિવારે ડ્રાઈવર, ટ્રકના માલિક અને અને વીમા કંપની નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ સામે સિટી સિવિલ કોર્ટમાં મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ અંતર્ગત દાવો માંડ્યો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામેલા એન્જિનિયર ધવલના પરિવારે ૮ કરોડ જ્યારે મહેન્દ્ર શાહના પરિવારે ૧૦ લાખના વળતરની માંગ કરી હતી. તેમણે કોર્ટમાં દાવો માંડ્યો હતો કે આ અકસ્માત વધુ ગતિ કે ખરાબ ડ્રાઈવિંગના કારણે નહીં પરંતુ ખોટી કોઈ સિગ્નલ આપ્યા વગર હાઈવે પર ટ્રક પાર્ક કર્યો હોવાથી થયો હતો.

ટ્રિબ્યુનલે આ અકસ્માત માટે ટ્રક ડ્રાઈવરને જવાબદાર ઠેરવ્યો હતો અને આ બેદરકારીના લીધે જ અકસ્માત સર્જાયો અને મૃત્યુ થયા હોવાનું જણાવ્યું છે.જ્યારે વળતરની રકમ નક્કી કરવાનું આવ્યું ત્યારે જજે મહત્વની બાબતોને ધ્યાનમાં લીધી હતી. જેમાં એન્જિનિયર ધવલે પુણે યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને એમએસ ડિગ્રી અમેરિકાની મેસેચ્યુસેટ્‌સ યુનિવર્સિટીમાંથી લીધી હતી.

તેઓ ટાયકો ઈન્ટરનેશનલ કંપનીના કર્મચારી હતા અને તેમનો વાર્ષિક પગાર રૂપિયા ૩૪ લાખ (માસિક પગાર ૨.૮૫ લાખ) હતો તે બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી.એન્જિયનિર ધવલ બ્રોકરના નિધનથી પરિવારને ૪.૦૫ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાની ગણતરી ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવી હતી. બીજી તરફ અકસ્માતમાં મૃત્યુ પામેલા ક્લાર્કના પગારની પણ ગણતરી કરવામાં આવી હતી.

ટ્રિબ્યુનલે આ અકસ્માત માટે એન્જિનિયરના પરિવારને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ વળતર પેટે કરવાનો આદેશ કરીને કુલ રકમના ૫૦% રકમ ધવલના પત્ની, ૨૦% રકમ તેમના બાળકો અને ૩૦% રકમ તેમના માતા-પિતાને ચૂકવવા માટેનો આદેશ કર્યો છે. બીજી તરફ મૃતક મહેન્દ્ર શાહના પરિવારને ટ્રિબ્યુનલે ૩.૯૩ લાખ વળતર આપવાનો આદેશ કર્યો છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.