દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૦૮૬ નવા કેસ નોંધાયા
નવી દિલ્હી, દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો થયો છે. જુલાઈ મહિનામાં સતત પાંચમા દિવસે ૧૩ હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૦૮૬ નવા કેસ નોંધાયા અને ૧૯ સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે ૧૨,૪૫૬ સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસ ૧.૧૩૪લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૯૦ ટકા છે.
દેશમાં એક્ટિવ કેસ ૧,૧૪,૪૭૫ પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૫,૨૪૨ થયો છે. અત્યાર સુધીમાં ૪,૨૮,૯૧,૯૩૩ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક ૧૯૮,૦૯,૮૭,૧૭૮ થયો છે, જેમાંથી ગઈકાલે ૧૧,૪૪,૮૦૫ ડોઝ આપવામાં આવ્યા હતા.
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જાેવા મળી રહ્યો હતો. જાે કે છેલ્લા ત્રણ દિવસથી વધી રહેલા કોરોના વાયરસના કેસોમાં ૩ જુલાઈએ ઘટાડો થયો હતો, તો ૪ જુલાઈએ બીજા દિવસે પણ નવા કેસોમાં ઘટાડો થયો હતો. રાજ્યમાં ૩૦ જૂને ૫૪૭ નવા કેસ, ૧ જુલાઈએ ૬૩૨ કેસ, ૨ જુલાઈએ ૫૮૦ નવા કેસ, ૩ જુલાઈએ ૪૫૬ નોંધાયા હતા. જયારે ૪ જુલાઈએ રાજ્યમાં કોરોના વાયરસના નવા ૪૧૯ કેસ નોંધાયા હતા.SS3KP