Western Times News

Gujarati News

૮૦૦ જેલ સહાયકની ભરતી કરવા ગૃહ વિભાગની મંજૂરી

ગાંધીનગર, ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા વધુ એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.લાંબા સમય બાદ જેલ વિભાગમાં ભરતી થશે. આજે ૮૦૦ જેલ સહાયકની ભરતી કરવા ગૃહ વિભાગની મંજૂરી મળી ગઈ છે.LRDની સાથે જ જેલ સહાયકની ભરતી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે LRDની ૧૦૪૫૯ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં ૮૪૭૬ પુરૂષ અને ૧૯૮૩ મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ હતી. શારીરિક કસોટી ૨૯મી જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગઈ હતી. શારીરિક કસોટીમાં કુલ ૬.૫૬ લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.

જેમાંથી આ પરીક્ષામાં ૨.૯૪ લાખ ઉમેદવારો પાસ થયા છે, જેઓની લેખિત કસોટી તારીખ ૧૦મી એપ્રિલના રોજ લેવાઇ હતી. જેનું પરિણામ જાહેર થઇ ગયું છે. જણાવી દઈકે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની ૧૦,૪૫૯ જગ્યા ભરવામાં આવશે. ગત ૨૮ જુનના રોજ LRD પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. હવે જુલાઇના અંત સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

ઉમેદવારો ને જણાવવાનું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઉમેદવાર આર્મ, અન આર્મ, એસઆરપી શેમાં જવા માગે છે તે ની પસંદગી પૂછવામાં આવશે અને આખરી પસંદગી વખતે ઉમેદવાર શામા પસંદ થયેલ છે તે જાહેર કરવામાં આવશે. ૨૮ જૂને જાહેર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ જાહેર કરાયું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બે ઘણાં ઉમેદવાર બોલાવવાની જાેગવાઈ છે. છેવટની પસંદગી યાદીમાં આમાંથી ૧૦૪૫૯ ઉમેદવાર પસંદ થશે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.