Western Times News

Gujarati News

પોતાની ટીમ તૂટી રહી છે તો બોરિસ રાજીનામું આપશે

નવી દિલ્હી, બ્રિટનના રાજકારણમાં કોઈ મોટી ઉથલ-પાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે? મંત્રીઓના રાજીનામાના કારણે બ્રિટનના રાજકારણમાં મોટો ભૂકંપ આવવાના સંકેત મળી રહ્યા છે.

દેશના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે મંગળવારે રાજીનામું આપ્યું જેના કારણે બ્રિટિશના પીએમ બોરિસ જાેન્સનની સરકાર માટે સંકટ ઉભું થઈ ગયું છે. જાવિદે કહ્યું કે તેમણે કૌભાંડની એક સિરીઝ પછી જાેન્સનની દેશ હિતમાં શાસન કરવાની ક્ષમતા પરથી વિશ્વાસ ગુમાવી બેઠા છે.Boris will resign if his team breaks down

હવે તેઓ વધુ સારી રીતે કામ કરી શકશે નહી. મંગળવારે બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનકે પણ રાજીનામું ધરી દીધું હતું. તેમણે કહ્યું કે ઘણાં સાંસદો અને જનતાએ જાેન્સનની દેશ હિતમાં શાસન કરવાની ક્ષમતા પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે. જાવિદે જાેન્સને લખેલા પત્રમાં કહ્યું છે કે, આ કહેતા મને દુઃખ થાય છે કે તમારા નેતૃત્વમાં સ્થિતિ નહીં બદલાય અને માટે તમે મારો વિશ્વાસ ખોઈ બેઠા છો.”

જાેન્સન સરકારના બે મંત્રીઓએ રાજીનામું આપ્યા પછી સરકાર માટે ખતરો ઉભો થઈ ગયો છે, અને હવે ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન બોરિસ જાેન્સન પણ રાજીનામું આપી શકે છે. જણાવી દઈએ કે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેન્સનને પોતાના પર વધતા દબાણણ વચ્ચે મંગળવારે સ્વીકાર્યું હતું કે સંસદના એક દાગવાળા સભ્યોને સરકારના મહત્વના પદ પર નિમણૂક કરવા ખોટું હતું.

આ પછી નાણા મંત્રી ઋષિ સુનકર સહિત સરકારના વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. જાેન્સને કહ્યું હતું કે તેમને એ વાતનું દુઃખ છે કે તેમણે ક્રિસ પિંચર સામેની ફરિયાદ વિશે માહિતી હોવા છતાં તેમને ડેપ્યુટી ચીફ વ્હિપ સરકારી પર પર નિયુક્ત કર્યા.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી જાવિદે રાજીનામા પછી તરત મૂળ ભારતના બ્રિટિશ મંત્રી સુનકે ટિ્‌વટર પર પોતાનું રાજીનામું આપતો પત્ર પોસ્ટ કર્યો હતો. મંત્રીઓના રાજીનામા જાેન્સનના નેતૃત્વ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

આ પહેલા તેમણે એક પૂર્વ બ્યુરોક્રેટે પદ પરથી દૂર કરાયેલા સાંસદ ક્રિસ પિંચર સામે આરોપોનો સામનો કરવા માટે ‘ડાઉનિંગ સ્ટ્રીટ’ રીતને લઈને ટિપ્પણી કરી હતી. સુનકે ટ્‌વીટ કર્યું, “જનતા સરકાર પાસે એ જ અપેક્ષા રાખે છે કે આ યોગ્ય રીતે સક્ષમ રીતે અને ગંભીરતાથી ચાલે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.