ગીર-સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ

ગીર-સોમનાથ, હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદ વરસી રહ્યો છે. બુધવારે સવારે છ વાગ્યે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ ગીર-સોમનાથ જિલ્લામાં નોંધાયો છે.
ગીર-સોમનાથના કોડિનાર અને સુત્રાપાડામાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ છ-છ ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો છે. દેવભૂમિ દ્વારાકા જિલ્લામાં પણ વરસાદે તોફાની બેટિંગ રમી છે.
સુત્રાપાડા ૧૬૮ એમ.એમ., કોડીનાર ૧૫૯ એમ.એમ., કલ્યાણપુર ૧૫૩ એમ.એમ., કડાણી ૧૪૫ એમ.એમ., માંગરોળ ૧૧૯ એમ.એમ., દ્વારકા ૧૧૬ એમ.એમ., ઓલપાડ ૧૦૯ એમ.એમ., રાણાવાવ ૧૦૪ એમ.એમ. વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૬૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં આઠ તાલુકામાં ચાર ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.
રાજ્યના ૫૭ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મેઘરાજાએ તોફાની બેટિંગ રમી છે. કોડીનાર અને સુત્રાપાડામાં છ-છ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. અહીં મોડી રાતથી વરસાદ ચાલુ છે.
વેરાવળમાં બે ઇંચ અને ઉનામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી બંને તાલુકાના અનેક ગામોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે પર ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. મોરડીયા પેઢાવાળા વચ્ચે ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા હતા. અહીં જૂનો પુલ તોડી નાખ્યો નવો પુલ બની રહ્યો છે. જાેકે, કામ સમયસર પૂર્ણ ન થતાં વાહન ચાલકનોને હાલાકી પડી છે.
સોમત નદીમાં પૂર આવતા ડાયવર્ઝન નદીમાં ફેરવાયું છે. જે બાદમાં બંને તરફની ટ્રાફિક અટકી ગયો છે. બીજી તરફ ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનું પ્રશ્નાવડા ગામમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે. આખા ગામમાં ગોઠણસમા પાણી ભરાયા છે.
ગામની તમામ શેરીઓ જાણે કે નદી બની ગઈ હોય તેવી સ્થિતિ ઊભી છે. લોકો ઘરમાં અને છત પર રહેવા મજબૂર બન્યા છે. બીજી તરફ જૂનાગઢના માંગરોળ તાલુકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો છે. રાત્રીના બે વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો સમુદ્રમાં પણ કરન્ટ જાેવા મળ્યો છે. દરમિયામાં ઊંચા મોજા ઉછળતાં જાેવા મળ્યા છે.
માંગરોળ તાલુકામાં ચાલુ સિઝનમાં અત્યારસુધીમાં ૧૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લામાં સારા વરસાદને પગલે વિલિંગ્ડન ડેમનો નજારો જાેવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સારા વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ગીર-સોમનાથના સુત્રાપાડામાં ખાતેથી ડેમનો નજારો માણવા ઉમટી પડ્યા હતા.SS1MS