મણિરત્નમની ફિલ્મ પોન્નિયન સેલ્વનમાં બે અલગ-અલગ અવતારમાં દેખાશે ઐશ્વર્યા
મુંબઈ, તમિલ ફિલ્મમેકર મણિરત્નમની પીરિયડ ડ્રામા ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન’ની દર્શકો લાંબા સમયથી રાહ જાેઈ રહી છે. હિંદી દર્શકો માટે ફિલ્મ એટલા માટે પણ વધારે ખાસ છે કારણ કે તેમાં ઐશ્વર્યા રાય છે. ‘પોન્નિયન સેલ્વન’ના મેકર્સ ફિલ્મ વિશે બેક-ટુ-બેક અપડેટ આપી રહ્યા છે.
મેકર્સ ફિલ્મના સ્પેશિયલ ડિઝાઈન કરેલા પોસ્ટર સાથે લીડ કેરેક્ટરને રજૂ કરવામાં વ્યસ્ત છે અને હવે જે લેટેસ્ટ લૂક ઈન્ટનેટ પર સામે આવ્યો તે ઐશ્વર્યા રાયનો છે. મેકર્સ દ્વારા એક્ટ્રેસના પાત્રનું પોસ્ટર પબ્લિશ કરવામાં આવ્યું છે, અને તેમાં તે પઝુવૂરની રાણી, નંદિની તરીકે ગજબની સુંદર લાગી રહી છે.
ફિલ્મમાં ઐશ્વર્યા રાયના પાત્રને બદલો લેતું દેખાડવામાં આવશે, રિપોર્ટ્સ પ્રમાણે, ફિલ્મમાં ગોર્જિયસ એક્ટ્રેસના બે અલગ-અલગ અવતાર જાેવા મળશે. મેકર્સે ફરી એકવાર રિલીઝ ડેટ કન્ફર્મ કરી છે. અગાઉ, ફિલ્મમાંથી ચિયાન વિક્રમ અને કાર્થીના પાત્રોનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.
તેઓ અનુક્રમે આદિત્ય કરિકાલન અને વંથિયાથેવન તરીકે જાેવા મળશે. ‘પોન્નિયન સેલ્વન’નું ટીઝર આ અઠવાડિયે રિલીઝ થશે તેવી શક્યતા છે અને ફિલ્મની પહેલી ઝલક જાેવા માટે ફેન્સ આતુર છે. આ દરમિયાન, રિલીઝ કરાયેલા તમામ પોસ્ટર્સની એક જ પ્રકારની ડિઝાઈન હોવાથી ફેન્સ મેકર્સને વખોડી પણ રહ્યા છે. આ સાથે તેઓ કેટલાક અલગ પોસ્ટર્સ દેખાડવા માટે પણ કહી રહ્યા છે.
ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન’ એ ડિરેક્ટર મણિરતન્મ માટે ડ્રિમ પ્રોજેક્ટ છે અને તેને ખાસ બનાવવા માટે તેઓ સખત મહેનત કરી રહ્યા છે. ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવાની મેકર્સ તૈયારી કરી રહ્યા છે.
પહેલો ભાગ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ થિયેટરમાં તમિલ, હિંદી, તેલુગુ, મલયાલમ અને કન્નડ તેમ પાંચ ભાષામાં રિલીઝ થશે. જેમાં તૃષા કૃષ્ણન, શોભિતા ધુલીપાલા, પ્રકાસ રાજ અને નસીર પણ મહત્વના રોલમાં છે. એઆર રહમાને ફિલ્મને મ્યૂઝિક આપ્યું છે.
ઐશ્વર્યા રાયની વાત કરીએ તો, ‘પોન્નિયન સેલ્વન’ થકી તે ઘણા વર્ષ બાદ મોટા પડદાં પર કમબેક કરવાની છે. છેલ્લે તે ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફન્ને ખાન’માં જાેવા મળી હતી. જેમાં તેની સાથે અનિલ કપૂર, રાજકુમાર રાવ, દિવ્યા દત્તા અને સતિષ કૌશિક હતા. ફિલ્મને બોક્સઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.SS1MS