ર્સિફ તુમની આશાજી બનશે ખતરોં કે ખિલાડીની પહેલી વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/Kajal-1024x576.webp)
મુંબઈ, ર્સિફ તુમ’માં આશા સક્સેસના ઓબેરોયના નેગેટિવ પાત્રમાં જાેવા મળતી એક્ટ્રેસ કાજલ પીસલે શો છોડી દીધો છે. ‘ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી ૧૨’ના મેકર્સ દ્વારા કાજલનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેઓ શોમાં તેની વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી કરાવવા માગે છે.
‘ખતરોં કે ખિલાડી’ના મેકર્સ અને એક્ટ્રેસ વચ્ચેની ડીલ ટૂંક સમયમાં જ ફાઈનલ થઈ શકે છે. માહિતી અનુસાર, “કાજલ સીરિયલમાં નેગેટિવ રોલમાં છે અને સ્ટોરી માટે તેનો ભાગ મહત્વનો છે. હાલના ટ્રેકમાં બતાવાઈ રહ્યું છે કે, કાજલના લગ્ન મેલ લીડ વિવિયન ડિસેનાના પિતાનો રોલ કરતાં એક્ટર નિમાઈ બાલી સાથે થયા છે. જે રનવીર (વિવિયન ડિસેના) અને સુહાની (આયશા સિંહ)ના જીવનમાં વંટોળ લાવે છે.
અમે હજી પણ પાત્રના ભવિષ્ય વિશે વિચારી રહ્યા છીએ. આગામી અઠવાડિયે કાજલનું શૂટિંગ પૂરું થઈ જાય છે. તેણે અમને શો છોડવાનું કારણ તો નથી આપ્યું પરંતુ અમે સાંભળ્યું છે કે, તે ખતરોં કે ખિલાડીમાં ભાગ લેવા માટે સીરિયલ છોડી રહી છે.” જાે બધું બરાબર રહ્યું તો કાજલ પીસલ ‘ખતરોં કે ખિલાડી ૧૨’ની પહેલી વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ હશે.
આ મુદ્દે વાત કરવા કાજલનો સંપર્ક કર્યો હતો પણ નહોતો થઈ શક્યો. ઉલ્લેખનીય છે કે, ‘ખતરોં કે ખિલાડી ૧૨’માં શિવાંગી જાેષી, શ્રીતી ઝા, મોહિત મલિક, રૂબિના દિલૈક, પ્રતીક સહજપાલ, નિશાંત ભટ્ટ, રાજીવ અડાતિયા, એરિકા પેકાર્ડ, ફૈઝલ શેખ, જન્નત ઝુબૈર, અનેરી વજાની, તુષાર કાલિયા, કનિકા માન અને ચેતના પાંડે છે. સ્ટન્ટ બેઝ રિયાલિટી શોને ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી હોસ્ટ કરે છે.
હાલ શોની આખી ટીમ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં શૂટિંગ કરી રહી છે. શોનું પ્રસારણ હાલમાં જ શરૂ થયું છે અને એરિકા પહેલા જ અઠવાડિયે એલિમિનેટ થઈ છે.SS1MS