Western Times News

Gujarati News

સત્ કૈવલ કોલૅજ ઑફ ફાર્મસી, સારસામાં સીડ બોલ નિર્માણ કાર્યક્રમ યોજાયો

satkaival college of pharmacy

પ. પૂ. અવિચલદાસજી મહારાજશ્રી (ગુરુજી) પ્રેરિત સત્ કૈવલ કોલૅજ ઑફ ફાર્મસી, સારસામાં સીડ બોલ બનાવવા માટેના કાર્યક્રમનું આયોજન કર્યું હતું . જે પર્યાવરણ સંવર્ધીત કાર્યક્રમ હોવાને કારણે હાલમાં વર્ષાઋતુ ને અનુલક્ષી ને કામગીરી કરવામાં આવી હતી.

જેમાં SKCOP ના વિદ્યાર્થીગણ (NSS UNIT) દ્વારા સીડ બોલ બનાવીને પર્યાવરણ સંવર્ધનની એક નવી પદ્ધતિ અપનાવી હતી.સીડ બોલ માંથી નવા અંકુરીત થયેલા છોડ પર્યાવરણ નો એક ભાગ બનશે. સીડ બોલમાં લોમડો, કરંજ, આંબલી, જાંબુ જેવા વૃક્ષો અને મરચા, ટામેટા, તુવેર જેવા બીજ ને ઉગાડીને પર્યાવરણ અભિયાનમાં મુકવાનો પ્રયત્ન કરેલો છે.

સમગ્ર કાર્યક્રમ SKCOP ના પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો. જેમાં સ્ટાફગણ, વિદ્યાર્થીગણ સૌ એ યોગદાન આપીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના આચાર્ય શ્રી ડો. ભગીરથ કે. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રો. હેમાક્ષી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.