વિવોના બે ચાઈનીઝ ડાયરેક્ટર્સ ભારત છોડીને નાસી ગયા
વીવોના બોર્ડ ઓફ મેમ્બર્સમાં ડાયરેક્ટર પદે ફરજ બજાવી રહેલ ઝેંગશેનોઉ અને ઝાંગ જી દેશ છોડીને ભાગી ગયા
નવી દિલ્હી, ભારતમાં મસમોટો કારોબાર ચલાવતી ચાઈનીઝ મોબાઈલ કંપની વીવો(વીવો) પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની દરોડાની કાર્યવાહી હજી પણ ચાલુ છે. મંગળવાર અને બુધવારે ઈડીએ ૨૨ રાજ્યોમાં ૪૪ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જાેકે આ દરોડાની કાર્યવાહી દરમિયાન મળતા અહેવાલ પ્રમાણે હવે વિવોના બે ચાઈનીઝ ડાયરેક્ટરો ભારત છોડીને નાસી છુટ્યાં છે.
મીડિયા અહેવાલ અનુસર વીવોના બોર્ડ ઓફ મેમ્બર્સમાં ડાયરેક્ટર પદે ફરજ બજાવી રહેલ ઝેંગશેનોઉ અને ઝાંગ જી પર ઈડીનો ગાળિયો કસાય તે પૂર્વે જ દેશ છોડીને ભાગી ગયા છે. મની લોન્ડરિંગ સંદર્ભે કંપનીની વધતી જતી મુશ્કેલીઓને જાેઈને બંને ડાયરેક્ટરો તપાસના ડરથી ભાગી ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીને ચાઈનીઝ કંપનીના રોયલ્ટીના નામે હજારો કરોડની મની લોન્ડરિંગની શંકા છે. અન્ય એક તપાસ એજન્સી સીબીઆઈ પહેલાથી જ આ કેસની તપાસ કરી રહી છે. ભારતમાં આઈટી વિભાગની સાથે સાથે કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (એમસીએ) પણ ચાઈનીઝ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
ચીનની મોબાઈલ નિર્માતા કંપની વીવો (વીવો) પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના દરોડા પછી ચીનની પ્રતિક્રિયા આવી છે. ચીની દૂતાવાસે બુધવારે ૬ જુલાઈએ એક નિવેદન બહાર પાડ્યું હતું. ચીની દૂતાવાસના પ્રવક્તા વાંગ શાઓજિયાને કહ્યું કે એવી અપેક્ષા છે કે વીવો ઇન્ડિયા સામેની તપાસ કાયદાકીય માળખામાં હશે. ભારતની તપાસ એજન્સી કાયદાનું પાલન કરીને સંપૂર્ણ કાર્યવાહી કરશે.
નિવેદન અનુસાર ચીનની સરકારે હંમેશા ચાઈનીઝ કંપનીઓને વિદેશમાં કાયદા અને નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. કંપનીઓના અધિકારો અને હિતોના રક્ષણ માટે ચીનની સરકાર હંમેશા તેમની સાથે ઉભી છે.
ચીનની કંપનીઓ પર ભારત દ્વારા સતત કરવામાં આવી રહેલી તપાસ કંપનીઓના બિઝનેસને અસર કરે છે. આ ઉદ્દેશીને કરવામાં આવતી કાર્યવાહીઓથી માત્ર કંપનીઓની પ્રતિષ્ઠા જ ખરાબ થતી નથી પરંતુ ભારતમાં બિઝનેસનું વાતાવરણ પણ ખરાબ થાય છે. ચીન સહિત અન્ય દેશોની કંપનીઓનો ભારતમાં રોકાણ અને કારોબાર સંચાલન કરવાનો વિશ્વાસ પણ તૂટે છે.