TMKOCમાં નવા દયાબેન લાવવા અંગે જાહેરમાં જૂઠ્ઠું બોલ્યા મેકર્સ!
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/Daya.webp)
મુંબઈ, ટીવી સ્ક્રીન પર લાંબા સમયથી ચાલી રહેલા શોમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા લાઈમલાઈટ રહેતા શોમાંથી એક છે. શોમાં ‘નટુ કાકા’ના પાત્રમાં જાેવા મળેલા ટેલેન્ટેડ એક્ટર ઘનશ્યામ નાયકનું વર્ષ ૨૦૨૧માં નિધન થયા બાદ થોડા દિવસ પહેલા જ નવા ‘નટુ કાકા’ તરીકે કિરણ ભટ્ટની એન્ટ્રી થઈ છે.
TMKOCના દર્શકો તરફથી તેમને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. બીજી તરફ, આશરે પાંચ વર્ષથી ‘દયાબેન’નું પાત્ર શોમાંથી ગાયબ છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં પ્રોડ્યૂસર આસિત મોદીએ તેઓ ખૂબ જલ્દી નવા દયાબેન લાવવાના હોવાની વાત કરી કરી, તો પછી તેનું શું થયું? રાખી વિઝાન દિશા વાકાણીને રિપ્લેસ કરવાની હોવાની વાતનું શું થયું? શું આસિત મોદી દયાબેનના પાત્રમાં કોઈને કાસ્ટ કરવાથી ડરી રહ્યા છે? શું તેમને ડર છે કે તેનો સ્વીકાર નહીં કરવામાં આવે? કે પછી મોટાભાગના કલાકારો શોની વિશેષ પોલિસીના કારણે આવવા તૈયાર નથી કે, આ ન કરો, તે ન કરો.
તારક મહેકા ઉલ્ટા ચશ્માની કાસ્ટિંગ પર ઘણા સવાલ થઈ રહ્યા છે અને હકીકત એ છે કે, આસિત મોદીએ ક્યારેય કોઈ સ્પષ્ટ જવાબ આપ્યા નથી. દયાબેનની કાસ્ટિંગ અંગે હાલ કોઈ હિલચાલ નથી. રાખીને કાસ્ટિંગ કરવા અંગે કંઈ ર્નિણય લેવાયો નથી.
ટૂંકમાં, દયાબેનનું પાત્ર પોઝ મોડમાં યથાવત્ રહેશે. આ સિવાય ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકોના મનમાં તે સવાલ પણ થઈ રહ્યો છે કે, જ્યારે ઓફિશિયલી શો છોડવાની જાહેરાત નથી કરી તો ‘ટપ્પુ’ રાજ અનડકત કેમ છેલ્લા ત્રણ મહિનાથી શૂટિંગ નથી કરી રહ્યો? શૈલેષ લોઢાએ શો છોડ્યો તેને બે મહિના થઈ ગયો હોવા છતાં નવા ‘તારક મહેતા’ માટે ઓડિશન કેમ શરૂ કરવામાં નથી આવ્યા? ઈટાઈમ્સ ટીવીના રિપોર્ટ પ્રમાણે ‘તારક મહેતા’ના રોલ માટે જે ઓડિશન ચાલી રહ્યા હતા તેને લાલ ઝંડી દેખાડવામાં આવી છે.
તેથી, તારકની કાસ્ટિંગ પણ પોઝ મોડમાં છે. ટ્રેક અચાનક બંધ કર્યા બાદ ફરી શરૂ કરવામાં આવ્યો હોય તેવા પણ કેટલાક અન્ય કલાકારો TMKOCમાં છે.
આખરે શું થઈ રહ્યું છે તેવી તેમને પણ જાણ નથી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ઈટાઈમ્સ ટીવીને જાણવા મળ્યું છે કે, મેકર્સને હજી તે વાતની મનમાં આશા છે કે દિશા વાકાણી અને શૈલેષ લોઢા પાછા આવશે.SS1MS