દીપિકાના માતાને પસંદ નહોતા જમાઈના આઉટફિટ્સ

મુંબઈ, બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ પોતાના મજાકિયા સ્વભાવ, એનર્જી અને રંગબેરંગી આઉટફિટ્સને કારણે ઓળખાય છે. અવોર્ડ સેરેમની હોય કે પછી ફિલ્મ પ્રમોશન, રણવીર સિંહ હંમેશા અનોખા અંદાજમાં જાેવા મળતો હોય છે.
પરંતુ તાજેતરમાં જ રણવીર સિંહે ખુલાસો કર્યો કે, દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા પછી તેના વોર્ડરોબમાં ઘણો બદલાવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ ૨૦૧૮માં તેમણે લગ્ન કરી લીધા હતા. રણવીર સિંહ જણાવે છે કે, શરુઆતમાં તે દીપિકા અને તેના પરિવારમાં સેટ થવા માંગતો હતો જેના કારણે મુશ્કેલી પડતી હતી.
કરણ જાેહરના ચેટ શૉ Koffee With Karan Season ૭ દરમિયાન રણવીર સિંહે જણાવ્યું કે, હું હજી પણ મેનેજ કરી રહ્યો છું. હવે મારી પાસે બે વોર્ડરોબ છે. જ્યારે હું બેંગ્લોર જઉ છું ત્યારનો અલગ વોર્ડરોબ છે. વાઈટ ટી-શર્ટ્સ અને બ્લ્યુ જીન્સ. હું તેમને ફેંકવા નથી માંગતો.deepikas-mother-did-not-like-her-son-in-laws-outfits
કરણ જાેહરે જ્યારે રણવીર સિંહને પૂછ્યું કે, શું આ અડેપ્ટેશન મુશ્કેલ હતું? રણવીર સિંહે ઉત્તર આપ્યો કે, હા ચોક્કસપણે. પરંતુ હવે અમે ૧૦ વર્ષથી એકસાથે રહીએ છીએ.
શરુઆતમાં કપડા ફેંકી દેવામાં આવતા હતા.ખાસકરીને દીપિકા પાદુકોણના માતા. તેમને ખબર નહોતી પડતી કે મારી સાથે શું કરવું જાેઈએ. પરંતુ હવે તે મારા માટે માતા સમાન જ છે. રણવીર સિંહે લગ્ન પછી અનેક રૂઢિચુસ્ત રિવાજાે અને માન્યતાઓને તોડી છે.
માત્ર તેના પરિવાર માટે બદલાવવાની જ વાત નથી, લગ્ન પછી તે દીપિકાના મુંબઈ ખાતેના નિવાસસ્થાને શિફ્ટ થઈ ગયો હતો. વર્ષ ૨૦૧૯માં એક વાતચીત દરમિયાન રણવીર સિંહે જણાવ્યુ હતું કે, મેં એવા લગ્નો જાેયા છે જેમાં કોઈ પણ સંજાેગોમાં તેને નિભાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો.
દીપિકા પાદુકોણ સાથે તેના ઘરમાં રહેવા જવું એ સંવેદનશીલ અને યોગ્ય ર્નિણય હતો. તે ત્યાં કમ્ફર્ટેબલ હતી અને હું તેને અલગ જગ્યાએ લાવવા નહોતો માંગતો. ઉલ્લેખનીય છે કે કોફિ વિથ કરણની સાતમી સિઝન ડિઝની પ્લસ હોટસ્ટાર પર ગુરુવારથી સ્ટ્રીમ થશે. રણવીરની સાથે સાથે પહેલા એપિસોડમાં આલિયા ભટ્ટ પણ જાેવા મળશે. આલિયા ભટ્ટના તાજેતરમાં જ રણબીર કપૂર સાથે લગ્ન થયા છે.SS1MS