Western Times News

Gujarati News

પહેલીવાર નેશનલ ગેમ્સ ૨૦૨૨ ગુજરાતમાં રમાશે

ગાંધીનગર, ગુજરાત ઓલિમ્પિકની તૈયારી તરફ આગળ વધી રહ્યુ છે. તે પહેલા ગુજરાતના આંગણે મોટી સ્પોર્ટસ ઈવેન્ટ યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં ૩૬ મો રાષ્ટ્રીય સ્પોર્ટસ મહોત્સવ યોજાવાની જાહેરાત કકરાઈ છે. જેમાં દેશભરના ૨૫ હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.

ગુજરાતના આંગણે રમાનારી નેશનલ ગેમ્સ ૨૦૨૨ ની ઈવેન્ટ ખાસ બની રહેશે. ગુજરાત પહેલીવાર આ પ્રકારના નેશનલ લેવલના રમોત્સવની યજમાની કરવા જઈ રહ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે, ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાશે.

૩૬ મી નેશનલ ગેમ્સ ૨૦૨૨ ઈવેન્ટ ગુજરાતના આંગણે રમાશે. જે સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયા યોજાશે. અમદાવાદ સહિત ગુજરાતના ૬ શહેરોમાં તેનું આયોજન કરાશે. જેમાં દેશભરના ૨૫ હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિકની દાવેદારી પહેલા ગુજરાત સરકારનું આ મોટું આયોજન છે. નેશનલ ગેમ્સ ૨૦૨૨ નુ ઓપનિંગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થાય તેવી શક્યતા છે.For the first time National Games 2022 will be played in Gujarat

વિવિધ કારણોથી સ્થગિત થઈ રહેલી નેશનલ ગેમ્સની આખરે જાહેરાત થઈ છે. ભારતીય ઓલિમ્પિક સંગના મહાસચિવ રાજીવ મહેતા આ માહિતી આપી હતી કે, આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાશે.

આ ર્નિણય ગુજરાત ઓલિમ્પિક સંઘ અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી લેવાયો છે. ગુજરાત સરકારે આ ગેમ્સના આયોજન માટે ઈચ્છા વ્યક્ત કરી હતી, જેને સ્વીકારમાં આવી હતી. આગામી થોડા દિવસોમાં આ જાહેરાત કરવામાં આવશે.

આ અગાઉ નેશનલ ગેમ્સ ૨૦૧૫ માં કેરળમાં છેલ્લા યોજાઈ હતી. ગોવામાં નવેમ્બર ૨૦૧૬ માં નેશનલ ગેમ્સ યોજાનાર હતી, પરંતુ રાજ્ય સરકારની અસમર્થતાને કારણે ૨ વાર તેને ટાળવામાં આવી હતી. તેના બાદ તેને ૨૦૨૦ માં યોજવાનો ર્નિણય કરાયો હતો. પરંતુ કોરોના મહામારીને કારણે તે આયોજિત થઈ શક્યુ ન હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.