Western Times News

Gujarati News

કોંગ્રેસ વરિષ્ઠ નેતા અને અભિનેતા રાજ બબ્બરને બે વર્ષની સજા

નવીદિલ્હી, પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ બબ્બરને ૨૬ વર્ષ જૂના કેસમાં બે વર્ષની સજા સંભાળવવામાં આવી છે. મધ્યપ્રદેશ ધારાસભ્યની અદાલતે તેમને ૬૫૦૦ રૂા.નો દંડ પણ ફટકાર્યો છે અને તેમને વિધાનસભા ચૂંટણીમાં પોલિંગ ઓફિસર અને અન્ય પર હૂમલો સહિતના અન્ય કેસોમાં દોષી ઠેરવ્યા છે. તે સમયે તે સપાના ઉમેદવાર હતા. આ કેસમાં આરોપી અરવિંદ સિંહ યાદવનું કેસ દરમિયાન મોત થયું હતું.

સ્પેશિયલ એસીજેએમ અંબરીશકુમાર શ્રીવાસ્તવે રાજ બબ્બરને છ મહિનાની કેદ ને ૧૦૦૦ રૂા.નો દંડ, બે વર્ષની કેદ અને ૪ હજારનો દંડ, એક વર્ષની કેદ અને ૧૦૦૦ દંડ, છ મહિનાની કેદ અને ૫૦૦નો દંડ વિવિધ કલમોમાં ફટકાર્યો હતો. બધી સજા એક સાથે ચાલશે. જાે તે દંડ ન ભરે તો તેણે વધુ ૧૫ દિવસ જેલમાં રહેવું પડશે.

પૂર્વ સાંસદ રાજ બબ્બરને ૧૯૯૬માં વિધાનસભા ચૂંટણી દરમિયાન પોલિંગ ઓફિસર અને અન્ય લોકો પર હૂમલો કરવા સહિતના અનેક કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.Senior Congress leader and actor Raj Babbar sentenced to two years

સરકારી વકીલના જણાવ્યા અનુસાર ૨મે, ૧૯૯૬ના રોજ મતદાન અધિકારી કૃષ્ણસિંહ રાણાએ તત્કાલિન સપા ઉમેદવાર રાજ બબ્બર, અરવિંદ યાદવ અને અન્ય લોકો વિરૂદ્‌ઘ વજીરગંજ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો. આરોપ છે કે જયારે મતદારો આવવાનું બંધ કરી દીધું ત્યારે તેઓ ભોજન લેવા જતા હતા.

ત્યારબાદ સપાના ઉમેદવાર રાજ બબ્બર પોતાના સાથીદારો સાથે આવ્યા અને નકલી વોટિંગના ખોટા આરોપો લગાવવા લાગ્યા. તેઓએ ફરિયાદી અને શિવકુમાર સિંહને માર માર્યો, જેના કારણે તેઓને ઇજા થઇ. પોલિંગ ઓફિસર મનોજકુમાર શ્રીવાસ્તવ ઉપરાંત વીકે શુકલા અને પોલીસકર્મીઓએ તેમને બચાવ્યા હતા. ૨૩ સપ્ટેમ્બર ૧૯૯૬ના રોજ પોલીસે રાજ બબ્બર અને અરવિંદ યાદવ સામે ચાર્જશીટ રજૂ કરી.

કોર્ટે ૭ માર્ચ ૨૦૨૦ના રોજ ૨૪ વર્ષ બાદ રાજ બબ્બર વિરૂદ્‌ઘ આરોપો ઘડયા હતા. કૃષ્ણસિંહ રાણા, શિવકુમાર સિંહ, મનોજ શ્રીવાસ્તવ, ચંદ્રદાસ સાહુ, ડો. એમ.એસ.કાલરાએ જુબાની આપી હતી. રાજ બબ્બરે ૧૦મે ૨૦૨૨ના રોજ કોર્ટમાં નિર્દોષ હોવાની અરજી કરી હતી, પરંતુ કોઇ પુરાવા આપવાનો ઇન્કાર કર્યો હતો.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.