Western Times News

Gujarati News

ટીમમાંથી કોહલીની વિદાય થશે ! BCCI વિકલ્પ શોધી રહ્યું છે

નવીદિલ્હી, ભારતીય બેટર વિરાટ કોહલી છેલ્લા અઢી વર્ષથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. આગામી ટી૨૦ વિશ્વકપને જાેતા વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. આ વચ્ચે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટી૨૦ સિરીઝ રમશે.

ઈંગ્લેન્ડ સિરીઝમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડી આગામી ટી૨૦ વિશ્વકપ માટે પોતાની દાવેદારી મજબૂત કરશે. પરંતુ સૌથી મોટો સવાલ છે કે શું વિરાટ કોહલી આ સિરીઝમાં ફોર્મમાં પરત ફરશે?Kohli will leave the team! The BCCI is looking for an alternative

હકીકતમાં તે માનવામાં આવી રહ્યું છે કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી૨૦ સીરિઝ વિરાટ કોહલી માટે એક સારી તક છે. જાે કોહલી આ સીરિઝમાં સારૂ પ્રદર્શન કરવામાં સફળ રહે તો ટી૨૦ વિશ્વકપને ધ્યાનમાં રાખી ભારતીય ટીમ માટે રાહતના સમાચાર હશે.

પરંતુ જાે કોહલી સતત ફ્લોપ રહે તો આગામી ટી૨૦ વિશ્વકપ માટે ભારતીય પસંદગીકારો અન્ય વિકલ્પ પર વિચાર કરી શકે છે. આ બાબતે બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કોહલી લાંબા સમયથી ભારત માટે રમી રહ્યો છે. તે વાતમાં કોઈ શંકા નથી કે કોહલી શાનદાર ખેલાડી છે. પરંતુ સતત ફ્લોપ થવું એક ખતરાની ઘંટી છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ટી૨૦ વિશ્વકપ રમાશે. ઓસ્ટ્રેલિયા આ વિશ્વકપની યજમાની કરવાનું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે ટી૨૦ વિશ્વકપ માટે બીસીસીઆઈ વિરાટનો વિકલ્પ શોધી રહ્યું છે.

તેથી ઈંગ્લેન્ડ સામે ટી૨૦ સીરિઝ કોહલી માટે ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. તો ઈંગ્લેન્ડ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે અને ટી૨૦ સીરિઝ રમશે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.