સૌ કોઇની આતુરતાનો આખરે જવાબ મળી ગયો, થિયેટરમાં રીલિઝ થઇ, ગુજરાતી ફિલ્મ “વિકિડા નો વરઘોડો”
આજે જેના લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી ને સૌને આતુરતા હતી કે વિકિડાનો વરઘોડો ક્યારે રીલિઝ થશે, તો આખરે આજે તેનો જવાબ મળી ગયો છે. સૌ કોઇની આતુરતાનો અંત લાવવા આજથી આપના નજીકના થિયેટરમાં “વિકિડા નો વરઘોડો”ફિલ્મ રીલિઝ થઇ રહી છે. Malhar Thakar’s gujarati comedy movie vikida no varghodo released
આ ફિલ્મે સર્જેલા ‘બઝ’ વિશે આપણે જ્યારે વાત કરીએ છે, તો તેનું સર્જન કરવામાં નિર્માતાઓએ કોઇ કસર છોડી નથી તે પ્રતિત થાય છે. નિર્માતાઓની પ્રમોશન એક્ટિવિટીમાં સંપૂર્ણ 360 ડિગ્રી અભિગમને જોઈ શકાય છે. યૂનિક ડેટ એનાઉન્સમેન્ટ વીડિયોથી શરૂઆત કરી, ત્યારબાદ તમામ મુખ્ય પાત્રોનો એનિમેટેડ ભવાઇ શૈલી સાથે પરિચય અને પછી ધમાકેદાર ટ્રેલરથી આ અભિગમ પ્રતિબિંબિત થાય છે.
આપણે જોઈએ છીએ કે ફિલ્મ પહેલા ગીતોએ ખૂબ જ ધૂમ મચાવી છે, જે ખૂબ જ વખાણવા લાયક છે અને તેનું કારણ ગાયકોનું અદભૂત મેળાવડો પણ છે. તેમાં ઉમેરો કરતા, નિર્માતાઓએ સુપ્રસિદ્ધ ગાયક સોનું નિગમ (Sonu Nigam) ને ઉડી રે.. માટે, અલ્તાફ રાજા (Altaf Raja) , ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા (Arvind Vegda) અને અન્ય ગાયકોને ફિલ્મના અન્ય ગીતો માટે મેળવ્યા.
આ ફિલ્મનું કાસ્ટિંગ પ્રતિભા, સર્જનાત્મકતા અને વર્સેટિલિટીનું સંપૂર્ણ પાવર હાઉસ છે. વિકીના પાત્રમાં મલ્હાર ઠાકર, અનુશ્રીના પાત્રમાં એમ. મોનલ ગજ્જર (Monal Gajjar as Anushree), જિનલ બેલાણી (Jinal Belani as Radhika) રાધિકાના પાત્રમાં તો માનસી રાચ્છ વિદ્યા (Mansi Rachh as Vidya) ના પાત્રમાં જોવા મળે છે.
નિર્માતાઓએ જણાવ્યું, “અમને ખૂબ વિશ્વાસ છે કે અમારા પ્રેક્ષકો ફિલ્મને તેના કોમિક ટાઇમિંગ અને રિલેટેબિલિટી માટે પસંદ કરશે” અને અમે ગુજરાતી સમાજને આ ફિલ્મ ઉપર અઢળક પ્રેમ વરસાવવા વિનંતી કરીએ છીએ. તેઓએ વધુમાં ઉમેર્યું, “પ્રેમ, લાગણી અને હાસ્યથી ભરપૂર સંપૂર્ણ પારિવારિક ફિલ્મ એટલે “વિકિડા નો વરઘોડો.”
શરદ પટેલ રજૂ કરે છે એસપી સિનિકોર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ દ્વારા પ્રોડ્યુસ્ડ, જાનવી પ્રોડક્શન્સના અજય શ્રોફ, પંકજ કેશરૂવાલા અને વિકાસ અગરવાલ અને રિશિવ ફિલ્મ્સના ઓશિષ પટેલ અને નિરવ પટેલની સહયોગિતામાં અને સન આઉટડોર્સના પ્રિતિશ શાહ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ “વિકિડા નો વરઘોડો”. આ ફિલ્મને રાહુલ ભોલે અને વિનિત કનોજિયા દ્વારા લેખિત, દિગ્દર્શિત અને એડિટિંગ કરવામાં આવી છે. તો આજે જ આપની ટિકિટ બુક કરવાનું ચૂકશો નહીં..!