Western Times News

Gujarati News

ઈડર પોલીસ મથકમાં PI અને કોન્સ્ટેબલ પર માથાભારે શખ્સોનો હુમલો

દારૂ અંગે નોંધાયેલી ફરીયાદ બાબતની અદાવત રાખી ફિલ્મી સ્ટાઈલે પોલીસ સ્ટેશને પહોંચી ગયા

ઈડર, ઈડર પોલીસે મથકના પીઆઈ અને કોન્સ્ટેબલ ઉપર દારૂ અંગેે નોંધાયેલી ફરીયાદ અંગેની અદાવત રાખી છ શખ્સોએ પોલીસ મથકમાં જઈને પીઆઈ અને કોન્સ્ટેબલે પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે ઈડર પોલીસ સ્ટેશને છ શખ્સો વિરૂધ્ધ કોન્સ્ટેબલે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ઈડર પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલી પ્રોહિબિશનની ફરીયાદ, અંગેની અદાવત રાખીને ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સિસોદિયા તથા અન્ય પાંચ શખ્સોએ બુધવારે ઈડર પોલીસ સ્ટેશનના પીઆઈ ઓ.કે.જાડેજા તથા કોન્સ્ટેબલ જગદીપસિંહ નરેન્દ્રસિંહ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા

એ દરમ્યાન ભગીરથસિંહ સિસોદીયા તથા અન્ય પાંચ શખ્સોએ અદાવત રાખીને કોન્સ્ટેબલ જયદીપસિંહને ફોન કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અને થોડીક વારમાં જ પોલીસ સ્ટેશને આવુ છેુ તેમ કહીને ભગીરથસિંહ સિસોદીયા તથા અન્ય પાંચ શખ્સો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા. અને પીઆઈ ઓ.કે.જાડેજાની ચેમ્બરમાં ઘુસી જઈ અપશબ્દો બોલી કોન્સ્ટેબલ જયદીપસિંહને છાતીના ભાગેે ફેંટો મારી હતી.

આ ઉપરાંત પીઆઈ ઓ.કે. જાડેજા ને જાનથી મારી નાંખવાના ઈરાદેે બંન્ને હાથે જાેરદાર ગળુ દબાવીને જીવલેણ હુમલો કર્યો હતો. પીઆઈની ચેમ્બરમાં છાકટા બનીને આવેલા ભગીરથસિંહ તથા અન્ય પાંચ શખ્સોએે ચેમ્બરની બહારની દિવાલે લગાવેલા ટર્નઆઉટ ચેક કરવાના કાચને પણ મુક્કો મારીને તોડી નાંખ્યો હતો.

પોલીસ મથકમાં જે ભયનું વાતાવરણ પેદા કરી દઈ હુમલાની આ ઘટના બાદ સ્થાનિક પોલીસ કર્મચારીઓ પણ ભેગા થઈ ગયા હતા. જાે કે પોલીસ પર હુમલોે કરીને આ શખ્સો પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ નરેન્દ્રસિંહ ઈડર પોલીસ મથકમાં જ ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સિસોદીયા (રહે.ઈડર) તથા અન્ય પાંચ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ તમામ શખ્સોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.