ગુજરાતના આ ગામના સરપંચનો અનોખો નિર્ણયઃ ગામમાં દારૂના ખરીદ-વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ
દારૂ પી અશાંતિ કરનાર સામે કાયદેસર કાર્યવાહી થશે
પાટણ, ગુજરાતના ગામોમાં થોડા સમય પહેલા જ સરપંચની ચુંટણીની પૂર્ણ થઈ જતા સરપંચો દ્વારા પોતપોતાના ગામના ચાર્જ સોપી દેવામાં આવ્યા છે. તે હેઠળ પાટણ જીલ્લાના સાંતલપુરના લોદરા ગામના સરપંચે પોતાના ગામમાં અનોખો નિર્ણય લીધો છે.
જેમાં લોદરા ગામમાં દારૂ પીવા કે વેચવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો પત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે જાે ગામમાં કોઈ દારૂનું વેચાણ કરશે. ખરીદશે, દારૂ પીને ધમાલ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકામાં લોદરા ગામ આવેલું છે. જેની ગણના આજે સાંતલપુરમાં આદર્શ ગામોમાં સરપંચ દ્વારા કરવામાં આવી હતી. છે. ગામને બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવા સરપંચ દ્વારા પ્રયત્નો થઈ રહયા છે. તાલુકામાંની પ્રથમ પંચાયતમા દારૂબંધી માટેનો નિર્ણય લેતા ગામની મહીલાઓ, બાળકો, યુવાનો, વૃદ્ધ વ્યકિતઓ ખુબ જાેવા મળ્યા છે.
લોદરા ગામના પ્રદીપ માધાભાઈ ઠાકોરે ગામમાં દારૂ પર પ્રતીબંધ માટે જાહેર નોટીસ પાઠવી જણાવ્યું છે. કે, તા.૭-૭-રરથી દારૂનું વેચાણ કરવું લાવવું દારૂ પીને ધમાલ કરવી તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય સાંતલપુરની પ્રથમ પંચાયતમાં લેવામાં આવ્યો છે. અને જાે કોઈ વેચાણ કરશે કે પીને ગામની અશાંતી ડોહળવવાનો પ્રયત્ન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે આ નિર્ણયને આવકાર્યો હતો. વારાહી પોલીસે નિર્ણયને આવકારી સહકાર આપવાની ખાત્રી આપી હતી. લોદરા ગામના સરપંચ પ્રદીપ માધાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, બે દિવસ અમારા ગામની અને બોડીની મીટીગ મળી અને મીટીગની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે ગામની અંદર દારૂ પર સંપૂર્ણ પ્રતીબંધ મુકવામાં આવ્યો છે.