એકસમયે કાર્તિક અને સારા એકબીજાને કરી રહ્યા હતા ડેટ
મુંબઈ, આશરે બે વર્ષ બાદ કરણ જાેહર ફરી તેનો ચેટ શો ‘કોફી વિથ કરણ ૭ લઈને આવ્યો છે. ૭ જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર પહેલો એપિસોડ રિલીઝ કરવામાં આવ્યો છે. આ પહેલા ફિલ્મમેકર કરણ જાેહરે તેનું જાેરશોરથી પ્રમોશન કર્યું હતું.
આ સંદર્ભમાં આવેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે તેના શોના કાઉચને ‘કાઉચ ઓફ મૅનિફેસ્ટેશન’ ગણાવ્યું હતું. આ દરમિયાન તેણે રિલેશનશિપમાં હતા ત્યારે હંમેશા વાત નકારનારા કાર્તિક આર્યન અને સારા અલી ખાનની પોલ પણ છતી કરી હતી.
તેણે જણાવ્યું હતું કે, ચેટ શોમાં કેટરીના કૈફે વિકી કૌશલ વિશે વાત કરી હતી અને તેમના લગ્ન થઈ ગયા. આલિયા ભટ્ટ જ્યારે પણ શોની મહેમાન બની ત્યારે તેણે તેને રણબીર કપૂર પર ક્રશ હોવાનું કહ્યું હતું, તે બંનેના પણ લગ્ન થઈ ગયા અને ખૂબ જલ્દી માતા-પિતા પણ બનવાના છે.
ત્યારબાદ તેણે સારા અને કાર્તિકનો ઉલ્લેખ કર્યો હતો. કરણ જાેહરે ઉમેર્યું હતું કે, સારા અલી ખાન જ્યારે પહેલીવાર તેના શોની મહેમાન બની ત્યારે તેને કાર્તિક આર્યન પર ક્રશ હોવાનું અને તેને ડેટ કરવા ઈચ્છતી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તે બંનેએ પણ ડેટિંગ શરૂ કર્યું હતું.
બંને ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ ૨’માં પણ દેખાયા હતા. જાે કે, ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જ્યારે તેઓ પ્રેમમાં હતા ત્યારે ઘણીવાર તેમને આ વિશે પૂછવામાં આવ્યું હતું પરંતુ તેમણે મૌન સાધીને રાખ્યું હતું અને તેમની વચ્ચે કંઈ ન હોવાનું કહ્યું હતું. કોફી વિથ કરણ ૭’માં સારા અલી ખાન ફરીથી તેની બેસ્ટી જ્હાન્વી કપૂર સાથે પરત ફરી રહી છે.
પ્રોમોમાં બંને હસતી અને કેટલીક રસપ્રદ વાતો કરતી જાેવા મળી હતી. જ્યારે કરણ જાેહરે સારાને કેમ ‘તેનો એક્સ તેનો એક્સ’ છે તે પાછળનું એક કારણ પૂછ્યું ત્યારે સારાએ કહ્યું હતું ‘કારણ કે તે દરેકનો એક્સ છે. જૂન મહિનામાં યોજાયેલા એક એવોર્ડ શો દરમિયાન કાર્તિક આર્યન અને સારા અલી ખાનનો આમનો-સામનો થયો હતો. વરુણ ધવન ખેંચીને સારાને લઈ આવ્યો હતો અને કાર્તિકને મળાવી હતી.
બંનેએ ફોર્મલ ‘હાઈ-હલ્લો’ કર્યું હતું અને કેમેરા સામે પોઝ આપ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, સારા અલી ખાન ફિલ્મ ‘ગેસલાઈટ’માં વિક્રાંત મેસી સાથે જાેવા મળવાની છે, જેનું મોટાભાગનું શૂટિંગ ગુજરાતમાં થયું છે.
તેની પાસે આનંદ એલ. રાયની ફિલ્મ ‘નખરેવાલી’ પણ છે. આ સિવાય તે લક્ષ્મણ ઉટેકરની અનટાઈલ્ડ ફિલ્મમાં વિકી કૌશલ સાથે સ્ક્રીન શેર કરશે. બીજી તરફ, કાર્તિક આર્યન ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૨’ની સફળતાને એન્જાેય કરી રહ્યો છે. તે હાલ ‘શહેઝાદા’માં કામ કરી રહ્યો છે, જેમાં તેની ઓપોઝિટમાં ક્રીતિ સેનન છે. ‘લૂકા છુપી’ બાદ આ બીજી એવી ફિલ્મ છે, જેમાં બંને જાેડી જમાવશે.SS1MS